Close

આણંદ જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા વર્ષ- ૨૦૨૬ની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ

Publish Date : 15/07/2026

રાષ્ટ્રીય લોક અદાલતમાં ૧૫,૯૦૪ કેસોનો સફળતા પૂર્વક નિકાલ કરાયો

આણંદ, શનિવાર , ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શનથી મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને આણંદ જિલ્લા કાનુની સેવા સતા મંડળના ચેરમેન શ્રી એસ. એલ. ઠકકરનાં અધ્યક્ષ સ્થાને આણંદ જીલ્લા ન્યાયાલય તથા તાલુકાની કોર્ટ દ્વારા રાષ્ટ્રીય લોક-અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
 આ લોક-અદાલતમાં એમ.એ.સી.પી. કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ નાં કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, મહેસૂલના કેસો, મજૂરો સાથેનાં તકરારનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડાનાં, બેન્કનાં વિગેરે કેસો, વીજળી તથા પાણીનાં કેસો, તેમજ હજુ સુધી અદાલતમાં દાખલ કરવામાં આવેલ ન હોય તેવા બેન્કોનાં પ્રિ-લીટીગેશન કેસો મળી કુલ ૧૫,૯૦૪ કેસોનો સફળતા પૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલ કેસો પૈકી મોટર અકસ્માત ને લગતા વળતરનાં કેસોમાં કુલ ૧૧૪ કેસોનો તથા નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ -૧૩૮ નાં ૫૦૬ કેસોનો સુખદ નિકાલ કરવામા આવ્યો હતો, ઉપરાંત ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, મજૂરો સાથેનાં તકરાર નાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડાનાં, બેન્કનાં વિગેરે કેસો, હજી સુધી અદાલતમાં દાખલ કરવામાં આવ્યા ન હોય તેવા બેન્ક/ફાઈનાન્સ કંપની/એમ.જી.વી.સી.એલ./મોબાઈલ કંપની વિગેરેનાં પ્રિ-લીટીગેશન નાં કેસો મળીને કુલ ૧૫,૯૦૪ જેટલા કેસોમાં સુખદ સમાધાન થયેલ છે.

લોક અદાલતને સફળ બનાવવા માટે મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને આણંદ જિલ્લા કાનુની સેવા સતા મંડળના ચેરમેન શ્રી એસ. એલ. ઠકકરના માર્ગદર્શન હેઠળ સચિવશ્રી જી. ડી. પડીઆ એ બેન્કનાં અધિકારીશ્રીઓ, વીમા કંપનીનાં અધિકારીશ્રીઓ, વિવિધ સરકારી કચેરીનાં અધિકારીશ્રીઓ સાથે તેમજ સંલગ્ન વકિલશ્રીઓ સાથે વખતો વખત મીટીંગોનું આયોજન કર્યું હતુ. જેના પરિણામે આ લોક-અદલતમાં કુલ ૧૫,૯૦૪ કેસોનો સુખદ નિકાલ થયો છે, તેમ મુખ્ય જીિલ્લા ન્યાયાધીશ તથા ચેરમેનશ્રી, જીલ્લા કાનુની સેવા સતા મંડળ, આણંદની યાદીમાં જણાવેલ છે.