આણંદ જિલ્લામાં SIR અંતર્ગત ફોર્મ જમા કરાવવા માટે તા.29 અને તા.30 શનિ અને રવિવાર ના રોજ આણંદ જિલ્લાની વિધાનસભા મુજબ યોજાશે ખાસ કેમ્પ
Publish Date : 01/12/2025
મતદારોને રજાના દિવસે ફોર્મ જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા કરાયુ બે દિવસીય કેમ્પનું આયોજન
આણંદ, ગુરૂવાર: ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે બીએલઓ દ્વારા આપવામાં આવેલ ફોર્મ મતદારોએ પોતાના ગણતરી ફોર્મ ભરીને પોતાના મત વિસ્તારના બી.એલ.ઓ શ્રીને જમા કરાવવાના રહે છે.
જે અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિધાનસભા મુજબ ખાસ કેમ્પ તા.29 અને તા.30 નવેમ્બર ( શનિ અને રવિ) ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 29 નવેમ્બરના રોજ બપોરના 12- 00 કલાકથી સાંજના 17- 00 કલાક સુધી અને 30 મી નવેમ્બર રવિવારના રોજ સવારે 10- 00 કલાકથી સાંજે 17- 00 કલાક સુધી ફોર્મ જમા કરાવી શકાશે.
મતદારોને ફોર્મ જમા કરાવવાની સુવિધા રહે તે માટે 108 -ખંભાત વિધાનસભામાં મામલતદાર કચેરી ખંભાત અને તાલુકા પંચાયત કચેરી, ખંભાત ,109 – બોરસદ વિધાનસભામાં મામલતદાર કચેરી, બોરસદ, 110 – આંકલાવ વિધાનસભા માં મામલતદાર કચેરી, આંકલાવ અને મામલતદાર કચેરી, આણંદ,
111- ઉમરેઠ વિધાનસભામાં નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા, ઓડ બજાર ઉમરેઠ અને મામલતદાર કચેરી, આણંદ (ગ્રામ્ય), 112 – આણંદ વિધાનસભામાં ડી.એન.હાઇસ્કુલ, આણંદ, 113- પેટલાદ વિધાનસભામાં મામલતદાર કચેરી, પેટલાદ અને 114- સોજીત્રા વિધાનસભામાં મામલતદાર કચેરી, સોજીત્રા તથા તાલુકા પંચાયત કચેરી સોજીત્રા ખાતે તા.29 અને 30 ના( શનિવાર અને રવિવાર)રોજ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય કેમ્પમાં મતદારો નિયત જગ્યાઓ ખાતે પોતાનું ફોર્મ જમા કરાવી શકશે.