આણંદ જિલ્લામાં GVK EMRI ના ૦૭ ફરતા પશુ દવાખાનાઓ દ્વારા પશુ વંધ્યત્વ નિદાન અને સારવાર કેમ્પ યોજાયા
કેમ્પ દરમિયાન અંદાજીત ૨૩૨ થી વધુ ગાય-ભેંસોની આરોગ્ય તપાસ કરાઈ
આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં પશુપાલકોને ઘરઆંગણે જ પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ પશુઓમાં પ્રજનન સંબંધિત સમસ્યાઓનું નિવારણ લાવવાના ઉદ્દેશથી GVK EMRI સંચાલિત ૦૭ ફરતા પશુ દવાખાના (મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરી) દ્વારા વિવિધ ગામોમાં પશુ વંધ્યત્વ નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન પશુચિકિત્સકોની ટીમ દ્વારા ૨૩૨ થી વધુ ગાય અને ભેંસોની વંધ્યત્વ તથા પ્રજનન સંબંધિત જટિલ સમસ્યાઓની ગહન તપાસ કરી જરૂરી દવાઓ અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત પશુપાલકોને પશુઓ સમયસર વેતરમાં આવે અને યોગ્ય સમયે ગર્ભધારણ કરી શકે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે પશુઓને સંતુલિત અને પૌષ્ટિક આહાર આપવો, જરૂરી મિનરલ મિક્સચર (ખનિજ તત્ત્વો)નું પૂરક પોષણ પૂરું પાડવું તેમજ પશુઓનું સ્વાસ્થ્ય જાળવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે સવિસ્તાર સમજ પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત પશુઓમાં વેતરના લક્ષણો સમયસર ઓળખવાની રીતો, વેતરમાં આવ્યા પહેલાં અને પછી રાખવાની જરૂરી તકેદારીઓ તથા વેતર બાદ પશુના આરોગ્ય અને પોષણની સંભાળ અંગે પશુપાલકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આવા કેમ્પના આયોજનથી પશુઓમાં વંધ્યત્વની સમસ્યાઓનું સમયસર નિદાન અને સારવાર શક્ય બનશે અને પશુઓની પ્રજનનક્ષમતામાં સુધારો થશે, જેથી દૂધ ઉત્પાદન વધશે અને પશુપાલકોની આર્થિક સ્થિતિ વધુ સક્ષમ બનશે.
આણંદ જિલ્લાના તમામ પશુપાલકોને પોતાના પશુઓમાં સ્વાસ્થ્ય કે પ્રજનન સંબંધિત કોઈપણ સમસ્યા જણાય તો ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી ઘરઆંગણે જ પશુચિકિત્સકની સલાહ અને સારવાર સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.