આણંદ જિલ્લામાં ૬૦૦ કરતા વધુ મંડળીના સભાસદોએ વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા ૬.૫૦ લાખ પોસ્ટ કાર્ડ લખ્યા
Publish Date : 01/10/2025
જીએસટી સુધારા, સહકારી ક્ષેત્રનો વિકાસ, પશુપાલકો અને ખેડૂતોના આર્થિક હિતનું રક્ષણ કરવા બદલ આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ લખ્યા
આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં અમુલ સાથે જોડાયેલા પશુપાલકો, ખેડૂતો, મહિલાઓ, વૃદ્ધો અને સભાસદો અને તેમના પરિવારજનોએ વડાપ્રધાન શ્રી દ્વારા સહકાર ક્ષેત્રે કરેલી પહેલ બદલ તથા જીએસટી ના દરોમાં ઘટાડો કરતા કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો છે.
આણંદ જિલ્લામાં અમુલ સાથે સંકળાયેલ દૂધ મંડળીઓ, જિલ્લા ની સેવા સહકારી મંડળી, ખેતી વિષયક મંડળી, એપીએમસી તથા જિલ્લા અને તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા સંયોજિત થયેલી ૬૦૦ કરતા વધુ મંડળીઓના સભાસદોએ ૬.૫૦ લાખ જેટલા પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો છે.
આ અભિયાન દ્વારા વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના, સહકાર ક્ષેત્રમાં નવીન પહેલો, GST સુધારાઓ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ આણંદ જિલ્લામાં દુધ સંધ સાથે જોડાયેલા, સેવા સહકારી મંડળીઓના સભાસદો, પશુપાલકો અને તેમના પરિવારજનોએ જીએસટી દરમાં ઘટાડો, પશુપાલકો, ખેડૂતોના આર્થિક હિતનું રક્ષણ કરવા બદલ પોસ્ટ કાર્ડ લખી આભાર વ્યકત કર્યો હતો.
આ પોસ્ટકાર્ડ ઝુંબેશ હેઠળ સભાસદોએ પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રના ગ્રામીણ વિકાસ માટેના પ્રયાસોની સરાહના કરી છે.
આ સમયે શેખડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો એ વડાપ્રધાનશ્રી નો આભાર માનતા જણાવ્યું હતું કે, એક ગૃહિણી તરીકે એટલું જ કહીશ કે, જીએસટીદરમાં સુધારાઓથી મધ્મવર્ગ માટે ધણા લાભકર્તા થશે. જીએસટીના દર માં ધટાડો થવાના કારણે જીવનજરૂરીયાતની ચિજવસ્તુઓ સસ્તી થતા લોકોને ખરીદ શકિત વધશે. ખરીદ શકિતથી લોકોનું જીવનધોરણ ઉચું આવશે. દિવાળીના તહેવારોમાં જીએસટીમાં ધટાડો અર્થતંત્રને મજબૂત બનાવી તેને વેગ આપશે. ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો માટે જીએસટીનો ઘટાડો ખૂબ જ ફાયદાકારક રહેશે.