આણંદ જિલ્લામાં ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી ફરજ પરના અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો એનાયત
Publish Date : 18/07/2026
આણંદ, શુક્રવાર , ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ ગત તા. ૦૩/૦૭/૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં ૨૭-પાળજ જિલ્લા પંચાયતની બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તા.૨૮/૦૭/૨૦૨૬ ના રોજ મતદાન અને તા. ૩૦/૦૭/૨૦૨૬ ના રોજ મતગણતરી યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી (IAS) દ્વારા એક મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.
આ હુકમ અનુસાર, સરકારશ્રીના ગૃહ વિભાગની જોગવાઈઓ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૫ હેઠળ કરવામા આવેલ હુકમ મુજબ સંબંધિત મત વિસ્તાર માટે નિમાયેલા ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ, ખાસ ઝોનલ અધિકારીશ્રીઓ, રીર્ઝવ ઝોનલ અધિકારીશ્રીઓ અને મદદનીશ ઝોનલ અધિકારીશ્રીઓને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારો સોંપવામાં આવ્યા છે. આ તમામ અધિકારીશ્રીઓને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિનિયમની કલમ-૪૧, ૧૦૮, ૧૦૯, ૧૪૮ અને ૧૬૩ હેઠળની અધિકારો ભોગવવા માટેની સત્તા આપવામાં આવી છે. આ વિશેષ અધિકારો ચૂંટણી જાહેર થયાની તારીખથી લઈને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના હુકમમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો હવે પછી આ અધિકારીશ્રીઓની નિમણૂંકોમાં કોઈ ફેરબદલી કે સુધારા થાય, તો બદલી પામીને આવનાર નવા અધિકારીશ્રીઓને પણ આ હુકમ આપોઆપ લાગુ પડશે. આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે તા. ૦૧/૦૮/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.