આણંદ જિલ્લામાં ૧૯ આંગણવાડી કાર્યકરોની મુખ્ય સેવિકા તરીકે બઢતી

Publish Date : 28/11/2026
આણંદ જિલ્લામાં ૧૯ આંગણવાડી કાર્યકરોની મુખ્ય સેવિકા તરીકે બઢતી

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના હસ્તે નવનિયુક્ત ૧૯ મુખ્ય સેવિકા બહેનોને નિમણૂક હુકમો સોંપાયા

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા ખાલી પડેલી મુખ્ય સેવિકાની જગ્યાઓ પર ૧૯ આંગણવાડી કાર્યકરોની બઢતી સાથે નિમણૂક કરવામાં આવી છે.

આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન  હેઠળ સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરીને અત્યંત પારદર્શક રીતે આ સમગ્ર પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા 19 જેટલા બહેનોને મુખ્ય સેવિકા વર્ગ 3 માં બઢતી આપવા માટે નિયમોનુસાર કરવામાં આવેલી કાર્યવાહીની મંજૂરી ગાંધીનગર દ્વારા મળતા જ આંગણવાડી કાર્યકર બહેનોને બઢતી નિમણૂકના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ બઢતીથી આંગણવાડી કાર્યકર બહેનોની વર્ષોની નિષ્ઠા, સમર્પણ અને સેવાભાવનું યોગ્ય સન્માન કરવામાં આવ્યું છે.

આ નિમણૂક પ્રક્રિયાના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જીલુભા સિંધા અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના હસ્તે તમામ ૧૯ નવનિયુક્ત મુખ્ય સેવિકા વર્ગ-૩ તરીકે બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ વિશેષ કાર્યક્રમનું આયોજન જિલ્લામાં યોજાયેલા ‘ભૂલકા મેળા’ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ બઢતી દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને તેમની સેવાકીય કારકિર્દીમાં આગળ વધવાની નવી તક પ્રાપ્ત થઈ છે, જે મહિલા સશક્તિકરણના અભિગમને વધુ મજબૂત બનાવે છે.

જિલ્લામાં મુખ્ય સેવિકાની ખાલી જગ્યાઓ ભરાતા આગામી સમયમાં આંગણવાડીની કામગીરી અને દેખરેખમાં વધુ ગતિશીલતા આવશે તેમજ બાળ વિકાસના કાર્યો વધુ સુદ્રઢ બનશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ તમામ ૧૯ નવનિયુક્ત મુખ્ય સેવિકા બહેનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નવનિયુક્ત બહેનોને નવી જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવવા જણાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ નિમણૂકોથી ‘સશક્ત મહિલા, સશક્ત આંગણવાડી અને સશક્ત બાળપણ’ના સંકલ્પને સાકાર કરવામાં મોટી મદદ મળશે તેમ તેમણે વધુમાં કહ્યું હતું.

આ સમયે  મહિલા અને બાળ વિકાસ સમિતિ, જિલ્લા પંચાયત આણંદના ચેરમેન શ્રીમતી મીણાબેન પઢિયાર, આણંદ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેન ગોસ્વામી સહિત આઈ સી. ડી. એસ.અધિકારીઓ,  મુખ્ય સેવિકાઓ અને આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા