આણંદ જિલ્લામાં હથિયાર બંધી અને સભાબંધીનો હુકમ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
આ જાહેરનામું 30 ઓક્ટોબર 2026 સુધી અમલમાં રહેશે
આણંદ, સોમવાર, નવરાત્રી મહોત્સવ અને દશેરાનો તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧) તથા ૩૭(૩) અન્વયે સમગ્ર જિલ્લામાં પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે.
આ જાહેરનામા મુજબ જિલ્લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા શારીરિક ઈજા કરી શકાય તેવા કોઈપણ સાધનો સાથે રાખવા નહીં. સક્ષમ અધિકારીની પરવાનગી વગર ચાર કરતાં વધુ માણસોએ એકત્ર થવું નહીં, ચાર કરતાં વધુ માણસોની સભા ભરવી કે બોલાવવી નહીં તથા સરઘસ કાઢવું નહીં.
આ હુકમ સમગ્ર આણંદ જિલ્લાના રસ્તાઓ, ફૂટપાથ, ગલીઓ અને જાહેર મકાનો પર લાગુ પડશે.
સરકારી નોકરી કે કામગીરીમાં ફરજ પર હોય તેવી વ્યક્તિઓ તેમજ અશક્ત લોકોને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામું તા.૧૬/૧૦/૨૦૨૬ થી તા.૩૧/૧૦/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ અથવા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.