Close

આણંદ જિલ્લામાં હથિયારબંધી અને સભાબંધી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Publish Date : 30/09/2026

આ જાહેરનામું તારીખ 15 મી ઓક્ટોબર, 2026 સુધી અમલમાં રહેશે

આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં ઉજવવામાં આવનાર નવરાત્રી મહોત્સવ તથા દશેરાના તહેવારો દરમિયાન જાહેર શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લામાં પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું આગામી તારીખ 01 ઓક્ટોબર 2026 થી 15 ઓક્ટોબર 2016 સુધીના સમયગાળા માટે અમલી રહેશે.

આ જાહેરનામા મુજબ આણંદ જિલ્લાના અધિકારક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિએ હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા શારીરિક ઈજા કરી શકાય તેવા અન્ય કોઈ પણ સાધનો કે હથિયારો સાથે ફરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના બિનઅધિકૃત રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્ર થવું નહીં, ચાર કરતા વધુ વ્યક્તિઓની કોઈ સભા ભરવી કે બોલાવવી નહીં તેમજ કોઈ સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ જાહેરનામાના આદેશો સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય અને જેઓ ફરજ ઉપર હોય તેવા કર્મચારીઓ તેમજ અશક્ત વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.