આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ

Publish Date : 05/10/2026

તા. 06 ઓક્ટોબરના રોજ આંકલાવ તાલુકાના અંબાલી ગામે આજુબાજુના 12 ગામો માટે  સવારે 9:00 કલાકથી સેવા સેતુ કાર્યક્રમ શરૂ થશે

આણંદ,શનિવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલિકાઓ ખાતે શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહે છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી 06 ઓક્ટોબરના રોજ આંકલાવ તાલુકાના અંબાલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે 7 થી 8 ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 06 ઓક્ટોબર મંગળવારના રોજ સવારના 9-00 કલાકથી આંકલાવ તાલુકાના અંબાલી પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના ૧૨ ગામો અંબાલી, આમરોલ, ભેટાસી(બા), ભેટાસી(વા),કહાનવાડી, આસરમા, ઉમેટા, ભાણપુરા, કંથારીયા, ભેટાસી(ત), હઠીપુરા અને માનપુરા ગામના ગ્રામજનો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી નગરજનો રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે મેળવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનો, નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.