આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ

Publish Date : 05/10/2026

તા. 05 ઓક્ટોબરના રોજ  આણંદ તાલુકાના વાસદ, ઉમરેઠ તાલુકાના શીલી, બોરસદ તાલુકાના દહેમી અને બોરસદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

આણંદ, શનિવાર , આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલિકાઓ ખાતે શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે સાત થી આઠ ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 05 મી ઓક્ટોબર સોમવારના રોજ સવારના 9-00 કલાકથી આણંદ તાલુકાના વાસદ પ્રાથમિક કુમાર શાળા ખાતે આજુબાજુના 05 ગામો વાસદ, મોગર, રામનગર, રાજુપુરા અને આંકલાવડી ગામના ગ્રામજનો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. તેવી રીતે આ જ દિવસે ઉમરેઠ તાલુકાના શીલી પ્રાથમીક શાળા ખાતે આજુબાજુના 10 ગામો અહીમા, બાજીપુરા, જીતપુરા, હમીદપુરા, ભરોડા, પ્રતાપપુરા, ખોરવાડ, શીલી,દેવરામપુરા અને ધોળી ગામના રહીશો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે ત્યારબાદ તે જ દિવસે બોરસદ તાલુકાના દહેમી પ્રાથમિક શાળા ખાતે 08 ગામો દહેમી,નામણ,નાપા વાંટા,નાપા તલપદ,પામોલ,સિંગલાવ અને ધોબીકુઇ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે અને બોરસદ નગરપાલિકા ખાતે પૂ.રવિશંકર મહારાજ નગર સેવા સદન, ઝાકલી તળાવની બાજુમાં, પ્રમુખસ્વામી ઉદ્યાનની પાછળ, નવી બોરસદ નગરપાલિકા કચેરી, બોરસદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

બોરસદ નગરપાલિકા ખાતે યોજાનાર કાર્યક્રમમાં અન્ન પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે.

આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનો અને નગરજનો રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે મેળવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.