Close

આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ

Publish Date : 28/09/2026

તારીખ 28 સપ્ટેમ્બર ના રોજ સોજીત્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ઘર આંગણે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા નગરજનોને અનુરોધ

આણંદ, શુક્રવાર, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બારમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામજનોને ઘર આંગણે જ વિવિધ સરકારી યોજના ના લાભો મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા એટલે કે શહેરી વિસ્તારનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ આગામી તારીખ 28મી સપ્ટેમ્બર ના રોજ સવારે 9:00 કલાકે સોજીત્રા નગરપાલિકા વિસ્તારના તમામ વિસ્તાર માટે તાલુકા શાળા, ડભોઉવાળી ભાગોળ, મામલતદાર કચેરી ની બાજુમાં,  વોર્ડ નંબર 2 ખાતે યોજવામાં આવનાર છે. આ સેવા સેતું કાર્યક્રમનો લાભ લેવા માટે સોજીત્રા નગરપાલિકા વિસ્તારના નગરજનોને જણાવવામાં આવ્યું છે.