Close

આણંદ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી

Publish Date : 13/10/2025

તા. ૧૨ ઓક્ટોબર ના રોજ સોજીત્રા તાલુકાના ૨૧ ગામોમાં ગ્રામજનોને વિકાસ રથ થકી યોજનાકીય લાભોથી માહિતગાર કરાશે

સોજીત્રા તાલુકામાં સવારે ૯-૦૦ કલાકે પીપળાવ ગામે, બપોરે ૧૪-૦૦ કલાકે ત્રંબોવડ અને રાત્રે ૨૦-૦૦ કલાકે ગાડા ગામ ખાતે વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાશે

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ અંતર્ગત વિકાસ રથ જિલ્લાના ગામો માં ભ્રમણ કરીને સ્થાનિક લોકોને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માળખાકીય સુવિધાઓ સંબંધિત વિકાસ કાર્યોની માહિતી આપી લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ વિકાસ સપ્તાહ અન્વયે છઠ્ઠા દિવસે તા. ૧૨ મી ઓક્ટોબર ના રોજ સોજીત્રા તાલુકાના કુલ ૨૧ ગામોને આવરી લેવામાં આવશે.તાલુકાના વિવિધ ગામામાં વિકાસ રથ પહોંચીને ગુજરાતના વિકાસ અને લોકોપયોગી યોજનાઓ જન-જન સુધી પહોંચાડશે.

વિકાસ સપ્તાહના છઠ્ઠા દિવસે તા.૧૨ મી ઓક્ટોબર, રવિવારના રોજ વિકાસ રથના ભ્રમણના સવારના ૯-૦૦ થી ૧૧-૦૦ ના સમયગાળા દરમિયાન સોજીત્રા તાલુકાના કાસોર, ઇસણાવ,વિરોલ, ખણસોલ, કોઠાવી સહિતના ૫ ગામો ફરીને વિકાસ રથ સરદારબાગ પીપળાવ ખાતે આવશે જ્યાં કાર્યક્રમ યોજાશે. બપોરના ૦૨-૦૦ થી ૦૪-૦૦ ના સમયગાળામાં મલાતજ, દેવાતળપદ, બાટવા, ભડકદ, ડભોવ, મઘરોલ સહિત ૬ ગામોમાં વિકાસ રથના માધ્યમથી લોકોને માહિતગાર કરાશે ત્યારબાદ વિકાસ સપ્તાહ નો કાર્યક્રમ ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાશે. આ ઉપરાંત રાત્રીના ૮-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા દરમિયાન દેવાતજ,ડાલી, પલોલ, બાલીટા, મેઘલપુર, લીંબાલી, રૂણજ સહિત ૦૭ ગામોને પણ આ સમયગાળા દરમિયાન આવરી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ વિકાસ રથ પ્રાથમિક શાળા ગાડા ખાતે પહોંચશે જ્યાં રાત્રિ સભા યોજાશે.

સોજીત્રા તાલુકાના ગ્રામજનોને વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી બનવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.