Close

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ

Publish Date : 02/06/2026

વસ્તી ગણતરી માટે અધિકારી /કર્મચારીઓ તમારા ઘરે આવે ત્યારે સચોટ માહિતી આપવા અપીલ

જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે આણંદ જિલ્લામાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ

દેશના વિકાસ માટે પોતાની સાચી વિગતો આપજો – આણંદ જિલ્લાના નગરજનોને કલેકટરશ્રીની અપીલ

જિલ્લામાં 2884 ગણતરીદારો અને 442 સુપરવાઈઝર આણંદ જિલ્લાના નગરજનોની માહિતી એકત્રિત કરશે

તા. ૧ જૂન થી ૩૦ જૂન દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરીની કામગીરી હાથ ધરાશે

આણંદ, સોમવાર, દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવી ‘વસ્તી ગણતરી-જનગણના-૨૦૨૭’નો 1 લી જૂનથી આજથી ગુજરાત સહિત આણંદ જિલ્લામાં વિધિવત પ્રારંભ થયો છે.

આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર શ્રી દેવાહુતી એ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી એ માત્ર નાગરિકોના આંકડા એકત્ર કરવાની પ્રક્રિયા નથી, પરંતુ દેશ અને રાજ્યના ભવિષ્યના વિકાસની યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના સચોટ આયોજનનો મજબૂત આધાર છે. આ વખતે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થઈ રહી હોવાથી સમયનો બચાવ થશે અને ડેટા વધુ સચોટ બનશે.

કલેકટર શ્રી એ આણંદ જિલ્લાના નગરજનોને આ મહાઅભિયાનમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પણ વસ્તી ગણતરીના અધિકારીઓ કે કર્મચારીઓ આપના ઘરે આવે, ત્યારે તેમને પૂરતો સહકાર આપીને પોતાના પરિવારની નાનામાં નાની સચોટ વિગતો નોંધાવી ને દેશ હિતના આ મહત્વપૂર્ણ કાર્યમાં પોતાનું સાચું યોગદાન આપીને એક જવાબદાર નાગરિક તરીકે ફરજ નિભાવવા તેમણે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, તા.૦૧ જૂન ૨૦૨૬ થી શરૂ થયેલી આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી હાથ ધરવામાં આવી રહી છે.

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી માટે સુવ્યવસ્થિત આયોજન અને સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે, જેથી નિયત સમયમર્યાદામાં સમગ્ર આણંદ જિલ્લાની ડિજિટલ ગણતરી સુચારુ રૂપે પૂર્ણ કરી શકાય.

આ સમગ્ર કામગીરીમાં આણંદ જિલ્લાના કુલ 3326 અધિકારી, કર્મચારી અને ગણતરીદારો જોડાયેલા રહેશે. જેમાં 2884 ગણતરીદારો જિલ્લાનાં શહેરો અને ગામોમાં ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરશે. તેમની સાથે 442 જેટલા સુપરવાઈઝર પણ જોડાયેલા રહેશે. તમામ ગણતરીદારો તથા વસ્તીગણતરી સાથે જોડાયેલા તમામ સ્ટાફને સત્તાવાર ઓળખપત્રો અને નિમણૂંકપત્રો આપવામાં આવ્યા છે, જેથી નાગરિકો તેમની ઓળખ સરળતાથી કરી શકે.

જનગણના કામગીરી અંગે કોઈ માહિતી, માર્ગદર્શન અથવા પ્રશ્નો માટે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર સંપર્ક કરી શકાય છે. વધુ માહિતી માટે જનગણનાની અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.inની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ

 

 

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ