આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ ઝડપભેર પૂર્ણ કરાશે – કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી
Publish Date : 07/08/2025
આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે આણંદના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવીને જણાવ્યું છે અને આ કામગીરી હાલમાં વરસાદે વિરામ લેતા ઝડપભેર પૂર્ણ કરવા પણ જણાવ્યું છે જેથી આણંદ જિલ્લાના નગરજનોને વાહન વ્યવહારમાં તકલીફનો સામનો ન કરવો પડે.
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવીના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓ મોટરેબલ બનાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, જે અંતર્ગત રોડ ઉપર પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વડતાલ જોળ બાકરોલ રોડ અને આણંદ કરમસદ સોજીત્રા રોડ ઉપર પડેલ ખાડાઓ પૂરીને ખરાબ થયેલા રસ્તાઓ પેચ વર્ક કામ કરીને મોટરેબલ બનાવવામાં આવ્યા છે. દરરોજ અલગ અલગ રસ્તાઓ ઉપર પેચ વર્ક કરીને મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને હાઇવે ના રસ્તાઓ ઉપર પેચ વર્ક કામ કરીને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે ,જેના માટે નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રી જીગર પટેલ અને ખંભાતના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી રવિ પટેલને બંનેને જિલ્લાના ચાર ચાર તાલુકાઓમાં આ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા જણાવ્યું છે. માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા જિલ્લાના તમામ રસ્તાઓ મોટરેબલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે, તેમ શ્રી ગઢવી એ જણાવ્યું છે.