આણંદ જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Publish Date : 20/03/2026
આણંદ, બુધવાર આણંદ જિલ્લામાં બનતા લૂંટ તથા ચોરીના ગુનાઓ, શાળા કોલેજોમાં બનતા અપહરણ – છેડતીના બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધવામાં મદદરૂપ થાય તે હેતુથી વધુ અવરજવર વાળા ધંધાના સ્થળો ઉપર સીસીટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ મુકવામાં આવે તો ગુનેગારો તથા ગુનામાં વપરાયેલ વાહનો આઈડેન્ટીફાઈ કરીને ગુનેગાર વિરૂધ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો રજુ થઈ શકે છે જેને ધ્યાને લઈ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લામાં આવેલ તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ડાઈનીંગ હોલ, મોલ, બેન્ક, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, પેટ્રોલપંપ, તમામ ટોલ પ્લાઝા ઉપર આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તથા ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડીંગ થઈ શકે તે રીતે પૂરતી સંખ્યામાં જે તે દુકાનો – પેઢીઓ – સંસ્થાઓના માલિકોએ સીસીટીવી કેમેરા વીથ રેકોર્ડીંગ (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) ગોઠવવા તેમજ કોર્મશીયલ કોમ્પ્લેક્ષ તથા શાળા -કોલેજોમાં બનતા અપહરણ છેડતીના બનાવો અટકાવવા માટે શાળા – કોલેજોના પ્રવેશ નિકાસના રોડની સાઈડ ઉપર વ્યકિત કે વાહન આઈડેન્ટીફાય થઈ શકે તથા રાત્રિ દરમિયાન પણ રેકોર્ડીંગ કરી શકે તેવી કવોલીટીના કેમેરા તથા ૬ માસ સુધી રેકોર્ડીંગ રહે તેવી વ્યવસ્થા રાખવાનો હુકમ કર્યો છે.
આ જાહેરનામું તા. ૦૪/૦૯/૨૦૨૬ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.