આણંદ જિલ્લામાં મતદાર યાદી સતત સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ ઝુંબેશ યોજાઈ
મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીએ બી.એલ.ઓ. દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યુ
આણંદ, સોમવાર , ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર આણંદ જિલ્લામાં ઓક્ટોબર માસ દરમિયાન હાથ ધરવામાં આવેલ ‘મતદાર યાદી સતત સુધારણા ઝુંબેશ’ અંતર્ગત રવિવારના દિવસે સમગ્ર જિલ્લામાં વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય લાયકાત ધરાવતા તમામ નાગરિકોના નામ મતદાર યાદીમાં ઉમેરવા તેમજ સુધારા-વધારાની કામગીરી સુચારૂ રૂપે પૂર્ણ કરવાનો છે.
આ વિશેષ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરશ્રીઓ (BLO) રૂબરૂ હાજર રહ્યા હતા. જે અંતર્ગત નવા મતદાર તરીકે નામ નોંધણી કરાવવા માટે ફોર્મ નં.૬ સહિતના જરૂરી હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી. દરમિયાન, જિલ્લાના વિવિધ મતદાન મથકો પર ચાલી રહેલી કામગીરીની પ્રત્યક્ષ સમીક્ષા કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે આણંદ સ્થિત એમ.બી. પટેલ સાયન્સ કોલેજ અને અંબાલાલ બાલશાળા ખાતેના મતદાન મથકોની જિલ્લા કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બી.એલ.ઓ. દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને સ્થળ પર આવેલા નાગરિકોની અરજી સ્વીકારવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.
ઝુંબેશને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પોતાની મતદાર યાદી ચકાસી લેવા અને બાકી રહેલા લાયક નાગરિકોને સમયસર પોતાના ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવી નાગરિક ધર્મ નિભાવવા અપીલ કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં મતદાર યાદી સતત સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ ઝુંબેશ યોજાઈ

આણંદ જિલ્લામાં મતદાર યાદી સતત સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ ઝુંબેશ યોજાઈ

આણંદ જિલ્લામાં મતદાર યાદી સતત સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ ઝુંબેશ યોજાઈ