આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે ખાસ ઝુંબેશ
Publish Date : 19/07/2025
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે ખરાબ થયેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તથા નેશનલ હાઇવે ના રસ્તાઓ ના રીપેરીંગ અંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ની સૂચના મુજબ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ આણંદ ના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવીના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓની પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ઉપરાંત નેશનલ હાઇવે ના રસ્તાઓ પેચ વર્ક થી હોટ મિક્સ થી મોટરેબલ બનાવવાની કામગીરી અલગ અલગ ટીમો બનાવીને તબક્કાવાર કરવામાં આવી રહી છે.
જેમાં આજે ઉમરેઠ ઓડ સારસા રોડ અને બોરસદ ભાદરણ કિંગલોડ ગંભીરા રોડ ઉપર ખરાબ થયેલા રસ્તાઓ મોટરેબલ બનાવવામાં આવ્યા છે.
શ્રી ગઢવી એ વધુમાં જણાવ્યું કે વરસાદે વિરામ લેતા હવે મોટરેબલ બનાવવામાં આવેલ રસ્તાઓને ડામર રોડ બનાવવામાં આવી રહ્યા છે.