Close

આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં: ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ

Publish Date : 30/07/2026

વિવિધ તાલુકાઓમાં ટીમો બનાવી માર્ગોના નવીનીકરણની કામગીરી તેજ

મુખ્ય માર્ગો સહિત ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓને વહેલી તકે મોટરેબલ બનાવવાનો લક્ષ્યાંક

આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લેતા જ માર્ગ અને મકાન વિભાગ સંપૂર્ણપણે સક્રિય બન્યું છે. વરસાદી માહોલના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના પરિણામે નાગરિકોને પડતી હાલાકીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દુરસ્તીની કામગીરી આરંભી દેવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કામગીરીને સર્વોચ્ચ અગ્રતા આપીને રસ્તાઓને ફરીથી સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવાની દિશામાં ગંભીરતાપૂર્વક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ સમગ્ર સમારકામની કામગીરી આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત અને સ્ટેટ) ના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી દ્વારા આયોજનબદ્ધ રીતે જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા ટેકનિકલ ચોકસાઈ સાથે ખરાબ થયેલા રસ્તાઓ ઉપર હોટ મિક્સ પેચ વર્કની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, જેથી વાહનચાલકોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે.

સમારકામ હેઠળના મુખ્ય માર્ગોની વિગતો આપતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે, હાલમાં નડિયાદ-પેટલાદ-ખંભાત રોડ, કરમસદ-સોજીત્રા રોડ, પેટલાદ-બોરસદ રોડ તેમજ બાંધણી ચોકડી થી ધર્મજ રોડ સહિતના અન્ય ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઉપર યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે આધુનિક જેસીબી મશીનો, ડમ્પરો અને ટ્રેક્ટરો ઉપરાંત મોટી સંખ્યામાં કુશળ શ્રમિકોને પણ કાર્યરત કરીને જિલ્લાના મહત્વના માર્ગોને વહેલી તકે પૂર્વવત કરવા માટેના પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય આણંદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ રસ્તાઓને વહેલી તકે ‘મોટરેબલ’ બનાવવાનો છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી પૂર્ણ કરીને નાગરિકોને અવરજવરમાં કોઈપણ પ્રકારની તકલીફ કે અકસ્માતનો ભય ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.