Close

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ ૧૬.૮૨ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ

Publish Date : 12/11/2025

આણંદ જિલ્લામાં ૯૨.૮૫ ટકા મતદારોને ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ કરાયું*

આંકલાવ તાલુકામાં મતદાર ગણતરી ફોર્મ નું વિતરણ ૧૦૦ ટકા પૂર્ણ

તા.૦૪ ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત કરવાના રહેશે

આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી તા. ૪ ડિસેમ્બર સુધી આણંદ જિલ્લામાં કુલ ૧૭૭૨ બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

તા. ૦૪ નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આંકલાવ તાલુકાના ૨૨૪ બીએલઓ દ્વારા કુલ ૨,૩૧,૦૧૩ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, આમ ૧૦૦ % ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લાના ૦૭  વિધાનસભા મતદાર વિભાગના બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા તેમના વિસ્તારોમાં  ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું નાગરિકોને સમજ આપવાની સાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ૯૯.૯૪ ટકા, ૧૦૯-બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં ૯૪.૩૪ ટકા, ૧૧૦-આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૦ ટકા, ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં ૯૮.૪૬ ટકા, ૧૧૨-આણંદ વિધાનસભા મત વિસ્તારમાં ૭૦.૬૨ ટકા, ૧૧૩-પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં ૯૭.૨૮ ટકા અને ૧૧૪-સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં ૯૭.૦૩ ટકા મળીને આજ દિન સુધીમાં આણંદ જિલ્લાની તમામ ૦૭ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૧૮,૧૨,૩૨૭ પૈકી ૧૬,૮૨,૮૦૯ મતદારોને એટલે કે ૯૨.૮૫ ટકા મતદારોને ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ બી.એલ.ઓ. દ્વારા કરવામાં આવ્યું છે.