Close

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ મતદારોને ૨.૮૧ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ

Publish Date : 06/11/2025

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી તા. ૪, ડિસેમ્બર સુધી સબંધિત વિસ્તારના બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવશે.

તા. ૪ નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં બુથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈને મતદારોને મતદાર ગણતરી ફોર્મના વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે.

આણંદ જિલ્લાના ૦૭  વિધાનસભા મતદાર વિભાગના બી.એલ.ઓ.શ્રી દ્વારા તેમના  વિસ્તારોમાં  ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું નાગરિકોને સમજાવટ સાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ૫૭,૪૮૮ એટલે કે ૨૪.૧૪ ટકા, ૧૦૯-બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં ૨૮,૫૫૩ એટલે કે ૧૦.૬૬ ટકા, ૧૧૦-આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં ૪૯,૬૬૫ એટલે કે ૨૧.૫૦ ટકા, ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં ૩૧,૮૩૪ એટલે કે ૧૧.૪૬ ટકા, ૧૧૨-આણંદ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪,૪૧૭ એટલે કે ૭૪૨ ટકા, ૧૧૩-પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં ૩૧,૪૨૫ એટલે કે ૧૨.૯૦ ટકા અને ૧૧૪-સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં ૫૭,૭૭૬ એટલે કે ૨૫.૬૯ ટકા મળીને આજ દિન સુધીમાં આણંદ જિલ્લાની તમામ ૦૭ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૨,૮૧,૧૫૮ મતદારોને એટલે કે ૧૫.૫૧ ટકા મતદારોને ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ બી.એલ.ઓ. દ્વારા કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં કુલ ૧૮,૧૨,૩૨૭ ફોર્મનું વિતરણ કરવામાં આવનાર છે.

આણંદ જિલ્લામાં ૦૭ વિધાનસભામાં બી.એલ.ઓ. દ્વારા મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરીને મતદારોને ફોર્મમાં વિગતો કેવી રીતે ભરવી તેની ઝીણવટપૂર્વકની વિગતોની જાણકારી આપવામાં આવી રહી છે અને મતદારોને ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સમજ આપવામાં આવી રહી છે.