Close

આણંદ જિલ્લામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૫ યોજાશે

Publish Date : 01/12/2025

ભાગ લેવા ઇચ્છુકોએ તા.૦૮ ડિસેમ્બર સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી, આણંદ ખાતે અરજી કરવાની રહેશે

આણંદ, ગુરુવાર:  કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-આણંદ દ્વારા સંચાલિત બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૫નું આયોજન કરવામાં આવેલ છે.

ચાલુ વર્ષે જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માટે સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની અ,બ, અને ખુલ્લો વિભાગની વિવિધ કૃતિઓનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં “અ” વિભાગમાં ૦૭ થી ૧૦ વર્ષની વય ધરાવતા ૦૧/૦૧/૨૦૧૫ થી ૩૧/૧૨/૨૦૧૭ વચ્ચે જન્મેલા બાળકો તેમજ  “બ” વિભાગ માં ૧૦ થી ૧૩ વર્ષની વયા ધરાવતા તા.૦૧/૦૧/૨૦૧૨ થી ૩૧/૧૨/૨૦૧૪ વચ્ચે જ્ન્મેલા બાળકો  અને ખુલ્લા વિભાગમાં ૦૭ થી ૧૩ વર્ષની વય ધરાવતા તા. ૦૧/૦૧/૨૦૧૨થી ૩૧/૧૨/૨૦૧૭ વચ્ચે જ્ન્મેલા બાળકો  સ્પર્ધામાં સ્પર્ધક તરીકે ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ થી સ્થિતિએ ભાગ લેનાર ની ઉંમર સાત વર્ષથી ઓછી અને ૧૩  વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છૂક સંસ્થાઓએ તા.૦૮/૧૨/૨૦૨૫ સુધીમાં આપના અરજી ફોર્મ સમય ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,રૂમ.ન ૩૦૯,૩જો માળ,જુના સેવા સદન, બોરસદ ચોકડી,આણંદ ખાતે મોકલી આપવાની રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.