Close

આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા :  ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના

Publish Date : 15/06/2026

પ્રગતિપથ યાત્રા અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં બોચાસણ ખાતે કાર્યક્રમ યોજાયો

મંત્રીશ્રીએ બોચાસણ સ્થિત પૂજ્ય રવિશંકર મહારાજની સમાધી પર શ્રધ્ધા સુમન અર્પણ કર્યા

આણંદ, શુક્રવાર : રાજ્યમાં થયેલા વિકાસલક્ષી કાર્યો અને શ્રેષ્ઠ પ્રોજેક્ટો તથા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના કુશળ નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી નાગરિકોને અવગત કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતીમાં આણંદ જિલ્લાના બોચાસણ સ્થિત વલ્લભ વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની સ્થાપનાની પ્રથમ ઈંટ મૂકનાર પૂજ્ય રવિશંકર મહારાજનું જીવન માનવ કલ્યાણ અને સમાજ સેવા માટે સર્વોત્તમ ઉદાહરણ છે. છેવાડાના દરેક માનવી સુધી યોજનાઓના લાભો પહોંચાડવા અર્થે સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણકારી યોજનાઓ”ના મંત્રને સાર્થક કરવા માટે સૌને પૂજ્ય રવિશંકર મહારાજના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.

મંત્રીશ્રીએ ‘સરદારધામ’ ના નિર્માણ પાછળ રહેલા સામૂહિક આત્મચિંતન અને વિચારના બળનું ઉદાહરણ આપી સમજાવ્યું કે, જીવનમાં સકારાત્મક વિચાર જ મોટું પરિવર્તન લાવી શકે છે. તેમણે તમામ સરકારી કર્મચારીઓ, સરપંચો અને જનપ્રતિનિધિઓને પોતાના કર્તવ્ય પ્રત્યે વફાદાર રહી લોકઉપયોગી બનવા અપીલ કરી હતી. તેમણે વડાપ્રધાનશ્રી મોદીજીનું નેતૃત્વ દેશને લાંબા સમય સુધી મળતું રહે અને સરદાર પટેલ તેમજ રવિશંકર મહારાજના વિચારો આપણા જીવનમાં ઉતરે તેવી આશા વ્યક્ત કરી હતી.

પૂજ્ય રવિશંકર મહારાજના મૂળ મંત્ર “ઘસાઈને ઉજળા થઈએ, બીજાના કામમાં આવીએ” ને યાદ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, હોદ્દો કે પદ કાયમી નથી હોતા, પરંતુ આપણને મળેલા પદ અને નસીબનો સદઉપયોગ કરી જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરીએ એ જ સાચી દેશસેવા છે. તેમણે વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત વલ્લભ વિદ્યાલય અને બીએપીએસ સંસ્થાના યોગદાનને બિરદાવ્યું હતું. આ તકે ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉ. હર્ષદ પટેલે સરદાર પટેલની કર્મભૂમિ અને પૂજ્ય રવિશંકર મહારાજના તપોવનને વંદન કરી જનકલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના સરકારના સંકલ્પને બિરદાવ્યો હતો. તેમણે મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર પરિસર તેમજ પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિ સ્થાનના નવસર્જન માટે રૂપિયા ૫ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી હોવાનુ તેમણે વધુમા જણાવ્યુ હતું.

ડૉ.પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક નેતૃત્વને બિરદાવતા કહ્યું કે, આઝાદી પછી ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે શાસનમાં રહેવાનો એક નવો અને અદ્ભુત રેકોર્ડ વડાપ્રધાનશ્રીએ પ્રસ્થાપિત કર્યો છે. વર્ષ ૨૦૦૧થી ગુજરાતના શાસનની ધુરા સંભાળ્યા બાદ આજે તેઓ વૈશ્વિક સ્તરે જનહિતના કાર્યો કરી રહ્યા છે તેમ જણાવી સરકારના જનહિતના કાર્યો અને સિદ્ધિઓની સુવાસ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે જ રાજ્યભરમાં આ ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હોવાનુ તેમણે ઉમેર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે કાર્યક્રમની શરૂઆત પૂર્વે મંત્રીશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ પૂજ્ય રવિશંકર મહારાજના નિવાસસ્થાન તથા સમાધિ સ્થળની મુલાકાત લઈ પુષ્પ અર્પણ કરી સમાધિના દર્શન કરી નમન કર્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈએ ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત કર્યું હતુ. અગ્રણી શ્રી સંજ્ય પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામા આવ્યુ હતુ. તેમજ શાળાના સંયોજકશ્રી જિજ્ઞાશાબેન દ્વારા વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોને પૂજ્ય રવિશંકર મહારાજ અને વલ્લભ વિદ્યાલય સંસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.  

આ પ્રસંગે સહિત નગરપાલિકા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ, એપીએમસીના ચેરમેન, સરપંચ અને મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.