આણંદ જિલ્લામાં ‘પીએમ સૂર્ય ઘર યોજના’ની નોંધપાત્ર પ્રગતિ; અત્યાર સુધીમાં ૧૭,૭૪૭ ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરાયા
Publish Date : 11/02/2026
‘પીએમ સૂર્ય ઘર યોજના‘ અંતર્ગત જિલ્લામાં ૧૦૧.૧૮ કરોડ રૂપિયાની સબસિડી અપાઇ
આણંદ, શુક્રવાર: સરકારની મહત્વકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર યોજના‘ (PMSG) અંતર્ગત આણંદ જિલ્લામાં સોલર રૂફટોપના અમલીકરણમાં નોંધપાત્ર સફળતા જોવા મળી રહી છે. આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ ૨૧,૫૯૧ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી ૧૭,૭૪૭ ગ્રાહકોના ઘરે સોલર મીટર લગાવીને સબસિડી ચૂકવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
તાલુકાવાર કામગીરીની વિગતો જોઈએ તો આણંદ તાલુકો આ યોજનામાં મોખરે રહ્યો છે, જ્યાં ૧૧,૩૬૮ અરજીઓ સામે ૯,૫૯૯ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. અન્ય તાલુકાઓમાં બોરસદમાં ૨,૦૭૩ મીટર, પેટલાદ તાલુકામાં ૨,૦૬૨ મીટર, ખંભાત તાલુકામાં ૧,૫૦૦ મીટર, ઉમરેઠ તાલુકામાં ૧,૧૧૫ મીટર, અંકલાવ તાલુકામાં ૬૦૨ મીટર, સોજિત્રા તાલુકામાં ૩૬૩ મીટર અને તારાપુર તાલુકામાં ૪૩૩ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
તાલુકા વાર સબસીડી ની રકમ ની વાત કરીએ તો આણંદ તાલુકામાં 53.66 કરોડ, આંકલાવ તાલુકામાં 3.69 કરોડ, બોરસદ તાલુકામાં 11.78 કરોડ, ખંભાત તાલુકામાં 9.31 કરોડ, પેટલાદ તાલુકામાં 11.72 કરોડ, સોજીત્રા તાલુકામાં 2.24 કરોડ, તારાપુર તાલુકામાં 2.57 કરોડ અને ઉમરેઠ તાલુકામાં 6.20 કરોડ મળીને આણંદ જિલ્લામાં કુલ 101.18 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે.
આ યોજના દ્વારા જિલ્લાના નાગરિકોને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે. અત્યાર સુધીમાં કુલ રૂપીયા ૧૦૧.૧૮ કરોડ જેટલી માતબર રકમ સબસિડી પેટે ચૂકવવામાં આવી છે. ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગળ વધતા આણંદ જિલ્લામાં સોલર રૂફટોપ દ્વારા કુલ ૬૯.૯૯ મેગાવોટ (MW) ક્ષમતાના મીટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોને વીજ બિલમાં રાહત આપવાનો અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા બાકી રહેલી અરજીઓ પર પણ ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.