આણંદ જિલ્લામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિન’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરાશે

Publish Date : 29/10/2026
આણંદ જિલ્લામાં 'પીએમ કિસાન ઉત્સવ દિન' અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરાશે

જિલ્લાના તમામ ગામો અને નગરપાલિકાઓ  અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં એકતા રેલી યોજાશે

સુચારુ આયોજન અંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરંસથી સમીક્ષા કરવામાં આવી

આણંદ, મંગળવાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન 30મી ઓક્ટોબરના રોજ ‘PM-Kisan ઉત્સવ દિન’ અને 31મી ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ સંદર્ભે આણંદ જિલ્લામાં પણ બન્ને દિવસે ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના સુચારુ આયોજન અંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરંસથી સમીક્ષા કરવામાં આવી હતી.

તા. 30મી ઓક્ટોબરના રોજ ‘PM-Kisan ઉત્સવ દિન’ અને 31મી ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 30મીએ જિલ્લા પંચાયતની બેઠક દીઠ 2 ગામમાં ઉજવણી થશે. આણંદ ઉપરાંત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અક્ષર ફાર્મ આણંદ ખાતે યોજાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠા જિલ્લા ખાતેથી ખેડૂતોના ખાતામાં 24 મો હપ્તો DBT ના માધ્યમથી જશે જે સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે.

આ ઉપરાંત 31મીએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે સવારે કરમસદ મેમોરિયલ ખાતેથી યુનિટી યાત્રાને ફ્લેગ ઓફ કરશે. આ યાત્રા કરમસદ મેમોરિયલ ખાતેથી સરદાર હાઉસ સુધી જશે. આ બન્ને દિવસે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમના લાઈવ પ્રસારણને પણ નિહાળવામાં આવશે.

આ કાર્યક્રમોના સુચારૂ આયોજન અર્થે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ વિડિયો કોન્ફરંસથી  કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જી.જી. જસાણી, મદદનીશ કલેકટરશ્રી અને પ્રાંત અધિકારી શ્રી આણંદ અંજલી ઠાકુર, નિવાસી અધિક કલેક્ટર શ્રી લલિતકુમાર પટેલ, અધિક કલેકટર શ્રી રાહુલ ગમારા સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતાં.