Close

આણંદ જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા ૬૮ હજાર ખેડૂતોઓ કરી અરજી

Publish Date : 02/12/2025

ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી પાક નુકસાની અંગેની અરજી કરી શકશે

9071 ખેડૂતોને ₹14.70 કરોડની ઓનલાઇન ચુકવણી પૂર્ણ કરાઈ

બાકી રહેલ અરજીઓની ઝડપભેર હાથ ધરાઈ છે, ચકાસણીની કામગીરી

આણંદ, મંગળવાર : રાજ્યભરની સાથે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ખેડૂતો નુકસાની સહાય મેળવવા માટે આગામી તારીખ પાંચમી ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે.

કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. જે અંગે તાત્કાલીક સર્વે કરાવી ખેડૂતો માટે ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ છે, અને ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા ૨૨,૦૦૦, વધુમાં વધુ બે હેકટર માટે રૂપિયા ૪૪,૦૦૦  સુધી સહાય આપવામાં આવનાર છે.

આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન પટેલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 68,000 ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી છે, તે પૈકી અરજીની જરૂરી ચકાસણી કરી અત્યાર સુધીમાં સુધી 30,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજુર કરવામાં આવેલ અરજીઓ પૈકી 9071 ખેડૂતોને રૂપિયા 14.70 કરોડની ઓનલાઈન ચુકવણૂં પણ પૂર્ણ કરવામાં આવેલ છે. બાકી રહેલ અરજીઓની ચકાસણી કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. જેથી સહાય મળવા પાત્ર ખેડૂતોને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ કરી શકાય.

શ્રી ચિંતન પટેલે વધુમાં જણાવ્યું કે ખેડૂતો પાક સહાય મેળવવા માટે પાંચમી ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે. જેથી હજી આણંદ જિલ્લાના જે ખેડૂતો પાક નુકસાની માટે અરજી કરી ન હોય તેવા ખેડૂતોને વહેલી તકે અરજી કરવા પણ અનુરોધ કરવામાં આવે છે.