Close

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા

Publish Date : 06/03/2026

ધોરણ 10 માં 554 વિદ્યાર્થીઓ, ધોરણ 12 માં 111 વિદ્યાર્થીઓ ગેરહાજર

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ પાંચમાં  દિવસે સવારે ધોરણ ૧૦ માં  વિષય, ગણિત બેઝિક  વિષયમાં કુલ વિદ્યાર્થી ૨૯૬૬૩ જેમાંથી હાજર વિદ્યાર્થી ૨૯૧૦૯, ગેરહાજર ૫૫૪ અને ધોરણ ૧૨ માં  સંસ્કૃત પ્રથમ વિજ્ઞાન વિષયમાં કુલ ૨૮ વિદ્યાર્થીઓ પૈકી કોઈપણ ગેરહાજર રહ્યા નથી.

ધોરણ 12 માં નોંધાયેલા કુલ 10176 વિદ્યાર્થીઓ પૈકી સામાન્ય પ્રવાહમા 99 અને વિજ્ઞાન પ્રવાહમાં 12 વિદ્યાર્થીઓ મળીને કુલ 111 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.

વધુમાં આણંદ જિલ્લામાં આજ સુધીમાં પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માં કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.