Close

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ

Publish Date : 27/02/2026

પ્રથમ દિવસે ધોરણ 10 ગુજરાતી વિષયની પરીક્ષામાં 489 વિદ્યાર્થીઓ ગેરહાજર

આણંદ, ગુરુવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો જિલ્લામાં શાતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે.

બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી, ગુલાબનું ફૂલ આપીને મોઢું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રો ખાતે આવકારી પ્રવેશ આપ્યો હતો.

આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ પ્રથમ દિવસે સવારે ધોરણ 10 માં નોંધાયેલા કુલ 29601 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતી વિષયમાં 478 વિદ્યાર્થીઓ અને અંગ્રેજીમાં 11 વિદ્યાર્થીઓ મળીને કુલ 489 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.

વધુમાં આણંદ જિલ્લામાં આજની પહેલા દિવસની પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.