આણંદ જિલ્લામાં ધોરણ 01 થી 10 માં શાળા છોડી ગયેલા 19262 વિદ્યાર્થીઓને પરત શાળામાં લાવવા બેક ટુ સ્કુલ અભિયાન કાર્યરત કરાયું
Publish Date : 09/06/2026
ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એ આ કામગીરી માટે તાલુકા વાઇઝ નોડલ અધિકારી અને સહ નોડલ અધિકારીની કરી નિમણૂક
4008 વિદ્યાર્થીઓ/વાલીઓએ શાળામાં પરત ભણવા આવવા આપી સહમતી
7972 વિદ્યાર્થીઓને પરત શાળામાં લાવવા માટે કરવામાં આવ્યું માઇક્રો પ્લાનિંગ
ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એ બેઠક યોજી અધિકારીઓને આપ્યું યોગ્ય માર્ગદર્શન
આણંદ, સોમવાર, રાજ્ય સરકાર દરેક વિદ્યાર્થી પૂર્વ પ્રાથમિક શાળાથી ઉચ્ચતર માધ્યમિક શાળાના સ્તર સુધી નું શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે કટિબદ્ધ છે. આણંદ જિલ્લામાં ધોરણ 01 થી ધોરણ 11 દરમિયાન જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા છે તેમને સીટીએસ પોર્ટલના માધ્યમથી ધોરણ વાઇસ ઓળખ કરવામાં આવી છે અને આ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને શાળામાં પરત લાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લામાં ધોરણ 01 થી 08 ના 6,313 અને ધોરણ 09 થી 10 ના 12949 મળીને કુલ 19,262 વિદ્યાર્થીઓ અધવચ્ચેથી શાળા છોડી ગયા હોવાનું માલુમ પડ્યું છે.
ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી દેવાહૂતિ ના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે આણંદ જિલ્લામાં શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુન: પ્રવેશ આપવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમીક્ષા કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેકટર સુશ્રી દેવાહહુતી એ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ધોરણ 01 થી 10 ના કોઈપણ વિદ્યાર્થી શાળા છોડી ન જાય તે માટે તેમણે વર્ગ 01 ના નોડલ અધિકારીઓની દરેક તાલુકામાં નિમણૂક કરી છે. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીઓની સહ નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી છે અને જિલ્લા કક્ષાની ટીમ બનાવીને શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની રૂબરૂ મુલાકાત લઈ તેઓને પરત શાળામાં લાવવા અને તેમના શાળા છોડવા અંગેના કારણો જાણી તેનું નિરાકરણ લાવવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આણંદ જિલ્લામાં ધોરણ 01 થી 08 ના 6313 અને ધોરણ 09 થી 10 ના 12,949 વિદ્યાર્થીઓ શાળા છોડી ગયા હતા. શિક્ષણ વિભાગની ટીમ દ્વારા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને બેક ટુ સ્કુલ કાર્યક્રમ અંતર્ગત પુનઃ પ્રવેશ અપાવવા માટે કરેલી કાર્યવાહી મુજબ ધોરણ 01 થી 08 ના 1622 અને ધોરણ 09 થી 10 ના 2386 વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ પુનઃશાળામાં આવવા માટે સંમતિ આપી છે. આમ 4008 વિદ્યાર્થીઓ શાળા શરૂ થતા જ પુન શાળામાં પ્રવેશ પામશે.
જ્યારે જે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે તે પૈકી ધોરણ 01 થી 08 ના 1988 અને ધોરણ 09 થી 10 ના 5984 વિદ્યાર્થીઓ મળીને કુલ 7,972 વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળામાં પરત નથી આવવું તેમ જણાવ્યું છે. આ 7,972 વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમના વાલીઓને સમજાવીને તેમના શાળા છોડવાનું કારણ જાણીને તેમને જોઈતી તમામ મદદ કરવા ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ અધિકારીઓને સૂચના આપી છે તે મુજબ દરેક તાલુકામાં વર્ગ એકના અધિકારી ની ટીમ દ્વારા આવા વિદ્યાર્થીઓના ઘરે જઈને રૂબરૂ સંપર્ક કરીને તેમના કારણો જાણવામાં આવશે તેમને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવશે તેમના દીકરા દીકરીઓને કોઈપણ પ્રકારની તકલીફ પડતી હશે તેની જાણકારી મેળવવામાં આવશે અને આવા વિદ્યાર્થીઓને કોઈ સચોટ કારણ વગર શાળા છોડી ન જાય તે માટે બેક ટુ સ્કુલ કાર્યક્રમ અંતર્ગત પુનઃશાળામાં લાવીને દરેક વિદ્યાર્થી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટેની કાર્યવાહી કરવા માટે ઇન્ચાર્જ કલેક્ટર શ્રી ના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગ અને તેમની ટીમ દ્વારા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓનો અને વાલીઓનો સંપર્ક કરતા ધોરણ 1 થી 8 ના 1285 અને ધોરણ 9 થી 10 ના 743 વિદ્યાર્થીઓ જિલ્લાથી બહાર ગયેલા છે. જ્યારે 685 વિદ્યાર્થી અને વાલીઓનો હજી સુધી સંપર્ક થયો નથી. આ ઉપરાંત 3657 વિદ્યાર્થીઓ બીજી જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 2028 વિદ્યાર્થીઓ જિલ્લામાંથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ચૂક્યા છે તેવી જાણકારી મળી છે.
આમ આણંદ જિલ્લામાં ધોરણ 1 થી 10 સુધીના શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પરત શાળામાં લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિક્ષક સરપંચ તલાટી આંગણવાડી કર્યા કર તેડાગર મુખ્ય સેવિકા તાલુકો કક્ષાના અધિકારીઓ શિક્ષણ વિભાગ અને જે વિદ્યાર્થીઓ નો સંપર્ક થઈ શકતો નથી તેમને ટ્રેક કરવા માટે પોલીસ વિભાગ નો સંપર્ક કરીને આવા બાળકોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે.
આણંદ જિલ્લામાં શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પરત શાળામાં લાવવા માટે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા દર અઠવાડિયે કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પાછા શાળામાં આવે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે માઇક્રો પ્લાનિંગ કરીને યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી છે.

આણંદ જિલ્લામાં ધોરણ 01 થી 10 માં શાળા છોડી ગયેલા 19262 વિદ્યાર્થીઓને પરત શાળામાં લાવવા બેક ટુ સ્કુલ અભિયાન કાર્યરત કરાયું

આણંદ જિલ્લામાં ધોરણ 01 થી 10 માં શાળા છોડી ગયેલા 19262 વિદ્યાર્થીઓને પરત શાળામાં લાવવા બેક ટુ સ્કુલ અભિયાન કાર્યરત કરાયું