આણંદ જિલ્લામાં તા. ૩૦ અને ૩૧ મી ના કાર્યક્રમ સંદર્ભે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૩૦ ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાના ૨૪મા હપ્તાનું થશે વિતરણ
આણંદ જિલ્લાના ૨.૬૧ લાખ ખેડૂતોના ખાતામાં ₹૫૨.૪૩ કરોડ જમા થશે
આણંદ, ગુરૂવાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આગામી તારીખ ૩૦ અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોથી મીડિયાના મિત્રોને અવગત કરાવવા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આ પત્રકાર પરિષદમાં પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અર્થે આણંદ જિલ્લામાં પણ વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પીએમ કિસાન યોજનાના 24માં હપ્તામાં જિલ્લાના કુલ ૨,૬૧,૪૨૧ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં અંદાજે રૂ. ૫૨.૪૩ કરોડની રકમ ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી જમા કરવામાં આવશે. આણંદ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ૩૦ ઓક્ટોબરે સવારે ૧૦:૦૦ કલાકે શહેરના અક્ષર ફાર્મ ખાતે યોજાશે, જેનું જીવંત પ્રસારણ જિલ્લાના અન્ય ૮૦ સ્થળોએ તાલુકા અને ગ્રામ્ય સ્તરે પણ કરવામાં આવશે.
આણંદના અક્ષર ફાર્મ ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કરશે. આ કાર્યક્રમ માત્ર સહાય વિતરણ પૂરતો મર્યાદિત ન રહેતા, ખેડૂતોના સશક્તિકરણનું માધ્યમ બનશે. જેમાં કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને કૃષિ અને બાગાયતની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ મહાનુભાવોના હસ્તે તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે.
બનાસકાંઠા ખાતેથી યોજાનારા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા માટે આણંદ જિલ્લામાં એ.પી.એમ.સી., કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK), ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) અને ગ્રામ્ય કક્ષાએ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, જે ખેડૂતો ડિજિટલ માધ્યમથી જોડાવા માંગતા હોય તેમના માટે વેબકાસ્ટ લિંકની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કિસાન ઉત્સવ બાદ ૩૧ ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. તેમ જણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લાના તમામ ૮ તાલુકાઓના વિવિધ ગામોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જિલ્લાના ૩૪૬ ગામોમાં એકતા રેલીના માર્ગો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જે રાષ્ટ્રીય ભાવનાને સુદ્રઢ બનાવશે. ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ સ્થળોએ એલ.ઈ.ડી. સ્ક્રીન મારફતે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ દર્શાવવામાં આવશે.
જિલ્લાની બોરસદ, ખંભાત, પેટલાદ સહિતની તમામ ૯ નગરપાલિકાઓના વિવિધ વોર્ડમાં એકતા રેલી અને લાઈવ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડમાં શાળાઓ અને કોમ્યુનિટી હોલ ખાતે વોર્ડ વાઇઝ કાર્યક્રમો યોજાશે. આ તકે વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરી સરદાર સાહેબના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિબદ્ધતા દોહરાવવામાં હું આવશે.
આ પત્રકાર પરિષદમાં કરમસદ આણંદ મહાનગર પાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી જિલુભા સિંધા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર, આણંદના પ્રાંત અધિકારી શ્રી અને મગન નિષ્કલેકટરશ્રી અંજલિ ઠાકુર સહિત આણંદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લામાં તા. ૩૦ અને ૩૧ મી ના કાર્યક્રમ સંદર્ભે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ

આણંદ જિલ્લામાં તા. ૩૦ અને ૩૧ મી ના કાર્યક્રમ સંદર્ભે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ

આણંદ જિલ્લામાં તા. ૩૦ અને ૩૧ મી ના કાર્યક્રમ સંદર્ભે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ

આણંદ જિલ્લામાં તા. ૩૦ અને ૩૧ મી ના કાર્યક્રમ સંદર્ભે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ