• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

આણંદ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છોત્સવ ઉજવાશે

Publish Date : 16/09/2025

અઠવાડિયા તથા દૈનિક ધોરણે સ્વછતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાશે

આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં તારીખ ૧૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓક્ટોબર સુધી ઉજવાઈ રહેલા “સ્વચ્છતા હિ  સેવા સેવા”  પખવાડિયા  દરમિયાન અઠવાડિયાની થીમ મુજબ  તથા દિવસ મુજબ વિવિધ સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે

તા.૧૭ થી તા.૨૨ સપ્ટેમ્બર ના અઠવાડિયા દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેની સફાઈની થીમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં બસ સ્ટેશન,રેલ્વે સ્ટેશન વિસ્તારની સાફ-સફાઈ, રીક્ષા/ ટેક્ષી ,સાયકલ સ્ટેન્ડ,જાહેર પાર્કિંગની સફાઈ,શહેરી વિસ્તારમાં આવેલ તેમજ પસાર થતાં રાજ્યના ધોરી માર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સાફ-સફાઈ,કચરાના  એકત્રીકરણ અને વર્ગીકરણના સાધનોની સફાઈ ઉપરાંત દૈનિક ધોરણે શહેરના  મુખ્ય માર્ગોની સફાઈ, બજાર અને વાણિજ્ય વિસ્તારોની સફાઈ પણ કરવામાં આવશે.

તા.૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ધાર્મિક અને પ્રવાસ સ્થળો ની સફાઈ થીમ અંતર્ગત ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ,પ્રવાસન સ્થળો, બાગ બગીચાઓ,ઐતિહાસિક  સ્થળો ,સાર્વજનિક ઉદ્યાન,અભ્યારણ, ટ્રેકિંગ, કેમ્પિંગ સાઈટની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તારીખ ૩૦ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર દરમિયાન વોટર બોડીસ/ નાળાની સફાઈ થીમ હેઠળ નદી, તળાવ,સમુદ્ર કિનારાની સફાઈ તથા વરસાદી પાણીના નાળા ટ્રેસ ક્લીનર્સ  ચેક પોઇનટની સાફ સફાઈ કરવામાં આવશે.

તા.૦૭ ઓક્ટોબર થી  તા. ૧૩ ઓક્ટોબર દરમિયાન સર્કલ,સિગ્નલ, પ્રતિમાઓ અને ખુલ્લા પ્લોટ,બ્લેક લેનની સફાઈ હાથ ધરવામાં આવશે

તા.૧૪થી ૨૦ ઓક્ટોબર દરમિયાન માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સાફ સફાઈ અંતર્ગત માર્કેટ ની સાફ સફાઈ કરવામાં આવશે.

તા.૨૧ થી ૨૭ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સરકારી કચેરીઓ / સંસ્થાઓની સફાઈ હાથ ધરવામાં આવશે. જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીઓની સાફ સફાઈ તેમજ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ ,ભંગારનો નિકાલ,જુના વાહનોની હરાજી તથા શાળા કોલેજો તેમજ તમામ ખાનગી તેમજ સરકારી દવાખાના પીએચસી, સીએચસી,અર્બન હેલ્થ સેન્ટરની સફાઈ હાથ ધરવામાં આવશે.

તા.૨૮ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન તમામ એન્ટ્રી પોઇન્ટ થી એપ્રૉચ વિસ્તારમાં સઘન સફાઈ,શહેરના તમામ ફૂટપાથ,એન્ટ્રી પોઈન્ટ તેમજ એપ્રૉચ રોડની સફાઈ,વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સાઇટ અને આસપાસ વિસ્તારની સફાઈ  કરવામાં આવશે.

પખવાડિયાના વિવિધ દિવસ મુજબ વિવિધ પ્રવૃતિઓ પણ હાથ ધરવામાં આવશે.

તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સાંસ્કૃતિક ઉત્સવ ,તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ સ્વછતા રેલી ,તા.૧૯ સપ્ટેમ્બર ના રોજ યોગ શિબિર,તા.૨૦ સપ્ટેમ્બર ના રોજ સ્વચ્છ વોર્ડ સ્પર્ધા,તા.૨૧ સપ્ટેમ્બર ના રોજ શૈક્ષણિક સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ,તા.૨૨ સપ્ટેમ્બર ના રોજ સાઇકલો થોન અથવા મેરેથોન , સ્વચ્છતા સપથ, તા.૨૩ સપ્ટેમ્બર ના રોજ વોલ પેઇન્ટિંગ,તા.૨૪ સેલ્ફી પોઇન્ટ અને હ્યુમન ચેઇન,તા.૨૫ ના રોજ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર , તા.૨૬ સપ્ટેમ્બરના રોજ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ,તા.૨૭ એ સ્વચ્છ ફૂડ  સ્ટ્રીટ,તા.૨૮ એ શેરી નાટક,તા.૨૯ એ રીડયુસ, રિયુઝ,રિસાયકલ ના સિદ્ધાંત ને આગળ વધારવા માટેના કેમ્પ,તા.૩૦ એ સ્વછતા સંવાદ,તા.૧ ઓક્ટોબર વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ,તા.૨ ઓક્ટોબર ના રોજ એવોર્ડ અને સન્માન સમારોહ યોજવામાં આવશે.