Close

આણંદ જિલ્લામાં તહેવારો નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈ, માવા અને ડેરી પ્રોડક્ટ્સનું સઘન ચેકિંગ

Publish Date : 27/08/2026

વિવિધ મીઠાઈઓ, કાજુ કતરી તથા માવાના 24 જેટલા નમૂનાઓનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું

તપાસમાં નિયમોનું ઉલ્લંઘન અને ખામીઓ જણાઈ આવતા કુલ 8 પેઢીઓને ‘ઇમ્પ્રુવમેન્ટ નોટિસ’ ફટકારવામાં આવી

મીઠાઈ, દૂધ, પનીર અને પેંડાના 16 તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાંથી તૈયાર ખોરાકના 4 મળીને કુલ 20 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં આગામી દિવસોમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષા અને જનઆરોગ્યની જાળવણી તથા નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે અર્થે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જિલ્લામાં મીઠાઈના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા ફૂડ બિઝનેસ ઓપરેટરો તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીન ખાતે તબીબી અધિકારીઓ અને સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી.

તપાસ પ્રક્રિયા દરમિયાન સ્થળ પર જ પરિણામ મેળવવા માટે ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાનના કેમિસ્ટ દ્વારા વિવિધ મીઠાઈઓ, કાજુ કતરી તથા માવાના 24 જેટલા નમૂનાઓનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ફૂડ સેફટી ઓફિસરો દ્વારા કાયદેસરની વધુ તપાસ અને લેબોરેટરી વિશ્લેષણ અર્થે

મીઠાઈ, દૂધ, પનીર અને પેંડાના 16 તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાંથી તૈયાર ખોરાકના 4 મળીને કુલ 20 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા  છે. આ તમામ નમૂનાઓના લેબોરેટરી અહેવાલ આવ્યા બાદ નિયમાનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તપાસ દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તાની સાથે તેના સંગ્રહ, હેન્ડલિંગ અને સ્વચ્છતાના ધોરણોની પણ બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસમાં નિયમોનું ઉલ્લંઘન અને ખામીઓ જણાઈ આવતા કુલ 8 પેઢીઓને ‘ઇમ્પ્રુવમેન્ટ નોટિસ’ ફટકારવામાં આવી છે. તમામ સબંધિત વેપારીઓને નિયત સમયમર્યાદામાં જરૂરી સુધારાત્મક પગલાં ભરીને જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. જો વેપારીઓ સમયસર સુધારા નહીં કરે તો ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ, 2006’ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને પ્રોડક્શન અને સેલ દરમિયાન હાઈજિન જાળવવા, ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકીને રાખવા અને કાચા તથા તૈયાર ખોરાકને અલગ રાખવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જાહેર આરોગ્યના હિતને પ્રાધાન્ય આપતા ફુડ એન્ટ્રક વિભાગ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે આવી આકસ્મિક તપાસની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે, જેથી ભેળસેળિયા તત્વો પર લગામ લગાવી શકાય.