આણંદ જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમિટીની બેઠક યોજાઈ
Publish Date : 18/12/2025
જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૫–૨૬ની આરોગ્ય યોજનાઓની કામગીરીને મંજુરી આપતી એકઝીક્યુટીવ કમિટીની બેઠક
આણંદ જિલ્લા પંચાયત ખાતે તા.૧૫-૧૨-૨૦૨૫ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતિ મેડમના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમિટીની મિટીંગ વિડિયો કોન્ફરન્સ હોલ, જિલ્લા પંચાયત આણંદમાં યોજાઇ હતી. જેમાં મિટીંગમાં ગત એકઝીક્યુટીવ કમિટીની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી.
ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત જુદી જુદી પ્રોગ્રામ કમિટી (આઇ.ડી.એસ.પી એન.પી.સી.બી, ટી.બી, લેપ્રસી, મેલેરિયા, આર.સી.એચ, એન.સી.ડી, ક્વોલિટીએસ્યોરાન્સ, આશાએડવાઇઝરી, ન્યુટ્રીશન, ક્લ્યાયમેટ ચેંજ)માં વર્ષ ૨૦૨૫-૨૬ ઓક્ટોબર -૨૦૨૫માં થયેલ ભૌતિક તથા નાણાંકીય કામગીરીને મંજુરી આપવામાં આવી .અને તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
આ મિટિંગમાં જિલ્લા કક્ષાના આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા સહ તબીબી અધિકારીશ્રી ,આણંદ, પેટલાદ, જિલ્લા આર્યુવેદિક અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, સુપ્રિટેન્ડનશ્રીઓ, સા.આ.કે .ખંભાત, સારસા,તારાપુર ,વાસદ ,પેટલાદ હાજર રહ્યા હતા.

આણંદ જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમિટીની બેઠક યોજાઈ

આણંદ જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમિટીની બેઠક યોજાઈ