આણંદ જિલ્લામાં ડાંગર ખરીદીની પ્રક્રિયા શરૂ
Publish Date : 03/12/2025
જિલ્લાના ૦૮ ખરીદ કેન્દ્ર ખાતે ૪૬૭ મેટ્રિક ટન ડાંગર ની ખરીદી કરાઈ
૪૫ ખેડૂતોને ડાંગર ખરીદીના રૂપિયા ૪૧.૭૦ લાખ ઉપરાંતનું કરાયું ચુકવણું
આણંદ, બુધવાર: ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.
આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જીલ્લા ખાતે આવેલા કુલ ૮ ખરીદ કેંદ્ર ખાતે ડાંગર ખરીદી પ્રકીયા સુચારુરૂપે ચાલુ છે.
આણંદ જીલ્લામાં કુલ પર૬૩ ખેડૂતોએ રજીટ્રેશન કરાવ્યા હતા જેમાંથી અત્યાર સુધીમાં કુલ ૮૮૬ ખેડુતોને ખરીદી માટે મેસેજ મોકલવામાં આવ્યા હતા તે પૈકી ૧૬૯ ખેડુત ડાંગર આપવા માટે આણંદ જીલ્લાના ખરીદ કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા તથા અત્યાર સુધી કુલ ૪૬૭ મે.ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે અને ૪૫ ખેડુતોને ડાંગર ખરીદીની કુલ રકમ રૂ.૪૧,૭૦,૬૨૪/- નું ચુકવણું ઓનલાઇન ખેડૂતોના ખાતામાં સીધા નિગમ દ્વારા જમા કરાવવામાં આવ્યા છે.
આણંદ જીલ્લામાં ડાંગર ખરીદીની સંપુર્ણ પ્રકીયા જિલ્લા કલેકટર શ્રી ના માર્ગદર્શન હેઠળ સુચારુરૂપે ચાલી રહેલ છે, તેમ નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.