Close

આણંદ જિલ્લામાં જળાશયોમાં પ્રવેશવા અને બોટિંગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ

Publish Date : 27/08/2026

જાનહાની રોકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ૨૬ સપ્ટેમ્બર સુધી નદી, તળાવ અને નહેરો સહિતના જળાશયોમાં જવા પર મનાઈ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

આણંદ, મંગળવાર , રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં જળાશયો, નદી ,તળાવ, નહેર, દરિયામાં નહાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાની ઘટનાઓને ધ્યાને લઈ આણંદ જિલ્લાના જળાશયોમાં મૃત્યુના બનાવોને અટકાવવા માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ એક જાહેરનામું બહાર પાડીને આણંદ જિલ્લાના તમામ જળાશયો, નદીઓ, તળાવો, નહેરો અને દરિયાકિનારાના વિસ્તારો તથા જળાશયોમાં પ્રવેશ કરવા તેમજ પરવાનગી વગર બોટિંગ પ્રવૃત્તિ કરવા ઉપરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. આ આદેશનો અમલ તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ થી શરૂ કરીને તારીખ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી સમગ્ર આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ભંગ કરવામાં મદદ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા ઈસમો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.