આણંદ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે કુલ ૫૫૦૮૪.૯૯ મેં.ટન યુરીયા ખાતર ફાળવવામાં આવ્યું
Publish Date : 31/01/2026
આણંદ, શનિવાર: આણંદ જીલ્લામાં ખરીફ ઋતુ અને રવિ ઋતુમાં ખેડૂતોને તમામ ખાતરો પૂરતા પ્રમાણમાં જીલ્લાના દરેક વિસ્તારમાં સમયસર ઉપલબ્ધ થાય તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું જે મુજબ સરકારશ્રી દ્વારા જથ્થાની ફાળવણી કરવામાં આવી છે.
આણંદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આણંદ ચાલુ રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે અત્યાર સુધીમાં કુલ ૫૫૦૮૪.૯૯ મેંટન યુરીયા ખાતર સપ્લાય થયેલ છે. નવેમ્બર માસમાં ૧૧૦૮૫.૬૬ મે.ટન યુરિયાનો જથ્થો અને ડીસેમ્બર માસમાં ૧૬૬૦૪.૦૧ મે.ટન યુરિયા જથ્થો આણંદ જિલ્લામાં ફાળવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ચાલુ માસમાં જીલ્લાની જરૂરિયાત પ્રમાણે માસનો ઉઘડતો જથ્થો ૯૦૪૦.૪૯ મે.ટન
અને અત્યાર સુધીમાં બાય રોડ તથા રેક મારફતે ૧૩૪૧૮:૦૫૫ મે.ટન યુરીયા જથ્થા સાથે કુલ ૨૨૪૫૮.૫૪૫ મે.ટન જથ્થો ચાલુ માસમાં ખેડૂતો માટે ઉપલબ્ધ થયેલ છે. તેમજ આગામી દિવસોમાં તમામ કંપનીઓ મારફત જરૂરીયાત અનુસાર યુરીયા ખાતરની સપ્લાય ચાલુ રહેનાર છે.
હાલમાં જીલ્લામાં ૮૯૩૬.૪૦ મે.ટન જથ્થો ૩૧૦ સંસ્થાઓ પાસે ખેડૂતો માટે ઉપલબ્ધ છે. તેમજ તંત્ર દ્વારા ખાતર સપ્લાય બાબતે આગોતરુ આયોજન કરી રોજેરોજ ખાતરની પરિસ્થિતિ ઉપર યોગ્ય મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
સરકારશ્રી દ્વારા જીલ્લાની જરૂરિયાત અનુસાર પુરતા પ્રમાણમાં જથ્થાનો સપ્લાય કરવામાં આવી રહેલ છે અને આગામી દિવસોમાં પણ પુરતો જથ્થો સપ્લાય થનાર છે.
હાલમાં જીલ્લામાં ખાતર તંગી બાબતે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયેલ નથી કે કોઈ રજૂઆત મળેલ નથી, તેમ નાયબ ખેતી નિયામક દ્વારા વધુમાં જણાવાયું છે.