Close

આણંદ જિલ્લામાં કેળ ટીશ્યુ અને કેળ ઉત્પાદકતા ઘટક અંતર્ગત પૂર્વમંજૂરી મેળવેલ અરજદાર ખેડૂતો જોગ

Publish Date : 28/09/2026

પૂર્વમંજૂરી મેળવેલ અરજદાર ખેડૂતોએ તા.૩૦/૧૦/૨૦૨૬ સુધીમાં સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે

આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતા હેઠળની ‘કેળ ટીશ્યુ’ તથા ‘કેળ ટીશ્યુ ફળ ઉત્પાદકતા’ ઘટક અંતર્ગત સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી પૂર્વમંજૂરી મેળવેલ હોય તેવા તમામ અરજદાર ખેડૂત ભાઈઓએ પૂર્વમંજૂરી અન્વયે સહાય મેળવવા માટે કેળ ટીશ્યુની ખરીદી કે વાવેતર પૂર્ણ કરી તેનાં બીલ તથા જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવાના બાકી હોય તેવા ખેડૂતોએ આગામી તા. ૩૦/૧૦/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે.

વધુમાં જો નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવામાં નહીં આવે તો સહાય ચૂકવણી માટે ધ્યાને લેવામાં આવશે નહીં તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ દ્વારા યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.