આણંદ જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા છેલ્લા ચાર માસમાં 4,961 વાહનો સામે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરી રૂપિયા 1.78 કરોડનો વસૂલ કર્યો દંડ
Publish Date : 09/02/2026
છેલ્લા ચાર માસમાં 41 વ્યક્તિઓના ડ્રાઇવિંગ લાઇસન્સ કરાયા સસ્પેન્ડ
આણંદ, શનિવાર: આણંદ જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા લોકોમાં માર્ગ સલામતી અને ટ્રાફિક એવરનેશ અંગેની જાણકારી મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને દર માસે માર્ગ સલામતી ની બેઠક યોજવામાં આવે છે, જેમાં આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માત બનતા હોય તેવા સ્થળ શોધીને માર્ગ સલામતી બાબતેના પગલાં લેવામાં આવે છે.
આણંદના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા ચાર માસ દરમિયાન ખાસ ડ્રાઇવ યોજીને કુલ 4961 વાહનો સામે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરીને રૂપિયા 1,78,39,722 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આણંદ જિલ્લામાં થતા અકસ્માત અને ફેટલ ના કેસોમાં આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પણ કામગીરી કરવામાં આવે છે, તે મુજબ છેલ્લા ચાર માસમાં 41 જેટલા વ્યક્તિઓના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આણંદ જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા વાહન ચલાવનાર લોકોને વિવિધ જાણકારી જેમાં ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે રીતે વાહન પાર્ક કરવું, કઈ સ્પીડે વાહન ચલાવવું અને આરટીઓના નિયમો ની જાણકારી પણ આપવામાં આવે છે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.