Close

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

Publish Date : 18/12/2025

૨૧૦૦ થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો

આયુષ મેળાનો મુખ્ય હેતુ પ્રજાજનોને નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ આરોગ્ય જાળવણીમાં આયુષ પ્રણાલીના સિદ્ધાંતોનો વ્યાપક પ્રચાર-પ્રસાર છે

યોગના વિવિધ આસનો તથા પ્રાણાયામનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ, તા. જી. આણંદ; પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ઓડ તથા લાયન્સ ક્લબ ઉમરેઠના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬/૧૨/૨૦૨૫ (મંગળવાર)ના રોજ સરદાર વાડી, ઓડ ખાતે સવારે ૯:૦૦ કલાકથી બપોરે ૩:૦૦ કલાક દરમિયાન આયુષ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

મેળાની શરૂઆતમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર ગ્રુપ સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી રાજયોગીની જાગૃતિ દીદી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આશીર્વચનમાં માનસિક શાંતિ, સકારાત્મક વિચારો, રાજયોગ તથા આયુષ પ્રણાલીના મહત્વ અંગે માર્ગદર્શન આપીને ઉપસ્થિત જનસમુદાયને આરોગ્યમય જીવન જીવવા પ્રેરણા આપી હતી.

આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઉમરેઠના પ્રમુખ શ્રી વિજયભાઈ ભટ્ટ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લાયન્સ ક્લબ દ્વારા સમાજસેવા, આરોગ્ય, શિક્ષણ તથા માનવકલ્યાણ ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને આયુષ મેળા જેવા લોકહિતકારી કાર્યક્રમોમાં સતત સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દીપ પ્રાગટ્ય કરી આયુષ મેળાને વિધિવત રીતે નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ આયુષ મેળાનો મુખ્ય હેતુ પ્રજાજનોને નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ આરોગ્ય જાળવણીમાં આયુષ પ્રણાલીના સિદ્ધાંતોનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાનો હતો. મેળા દરમિયાન આયુર્વેદ તથા હોમિયોપેથીના અનુભવી વૈદ્યક અધિકારીઓ દ્વારા દર્દીઓનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન તથા દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા આયુષ પદ્ધતિઓના લાભો, યોગ તથા પ્રાકૃતિક જીવનશૈલી અપનાવવાની આવશ્યકતા અંગે પ્રેરણાદાયી આશીર્વચનો આપવામાં આવ્યા, જેને પ્રજાજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

કાર્યક્રમના અંતિમ સત્રમાં યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગના વિવિધ આસનો તથા પ્રાણાયામનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું. તેમજ યોગ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકો તથા યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે રહેનાર સ્પર્ધકોને મહેમાનોના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, જ્યારે તમામ ભાગ લેનાર સ્પર્ધકોને ઉત્સાહવર્ધનરૂપે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ઓડ તથા લાયન્સ ક્લબ ઉમરેઠ તરફથી ઉત્તમ સહયોગ પ્રાપ્ત થયો હતો. આયુષ મેળા દ્વારા પ્રજાજનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મેળા દરમિયાન આયુર્વેદ નિદાન તથા સારવારના કુલ ૩૨૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો, જ્યારે હોમિયોપેથી નિદાન તથા સારવારના ૧૦૯ લાભાર્થીઓ નોંધાયા હતા. આ ઉપરાંત ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર તપાસ માટેની સ્ક્રીનિંગ ઓપીડીમાં ૧૫૦ નાગરિકોની તપાસ કરવામાં આવી હતી. આરોગ્યવર્ધક અમૃતપેયના વિતરણથી ૫૮૬ લાભાર્થીઓ લાભાન્વિત થયા હતા તેમજ રસોડાની ઔષધી, મિલેટ આધારિત વાનગીઓ તથા અન્ય આરોગ્યલક્ષી પ્રદર્શનો દ્વારા ૯૩૧ નાગરિકોને માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી. આમ, આયુષ મેળા અંતર્ગત કુલ ૨૧૦૦ થી વધુ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

આયુષ મેળામાં શ્રી સંજયભાઈ પટેલ (નગરપાલિકા પ્રમુખશ્રી–ઓડ), શ્રીમતી ભાવનાબેન પટેલ (આરોગ્ય સમિતિ ચેરમેન–ઓડ), શ્રી જગદીશભાઈ પટેલ (ઓડ કેળવણી મંડળ), વૈદ્ય મયુર જે. મશરૂ (વૈદ્ય પંચકર્મશ્રી, સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ), વૈદ્ય દર્શન પરમાર (વૈદ્ય પંચકર્મશ્રી, શેઠ ફુ.શી. સરકારી આયુર્વેદ હોસ્પિટલ, આંકલાવ) તથા વૈદ્ય અનુરાધા એમ. અગ્રવાલ (નિવાસી વૈધકીય અધિકારીશ્રી, સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ) ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન