Close

આણંદ જિલ્લાના ૪૪ બી.એલ.ઓ.એ પૂર્ણ કરી SIR ની ૧૦૦ ટકા કામગીરી

Publish Date : 01/12/2025

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ SIR કામગીરીમાં ઝડપી અને શ્રેષ્ઠ કામગીરી કરનાર ૪૪ બી.એલ.ઓ.નું પ્રમાણપત્ર આપી કર્યું સન્માન

આણંદ, ગુરૂવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. અને આગામી તારીખ ૦૪ ડિસેમ્બર સુધીમાં બી.એલ.ઓ.દ્વારા SIR અંતર્ગતની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી પ્રવિણ ચૌધરીએ આણંદ જિલ્લામાં SIR ની કામગીરી ઝડપી રીતે અને શ્રેષ્ઠ રીતે ૧૦૦ ટકા પૂર્ણ  કરનાર ૪૪ જેટલા બુથ લેવલ ઓફિસરનું કલેકટર કચેરી આણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું.

આ 44 બુથ લેવલ ઓફિસર માં 108 ખંભાત વિધાનસભા મત વિભાગના 15, 109 બોરસદના 04, 110 આંકલાવ ના 04, 111 ઉમરેઠના 06, 112 આણંદના 04, 113 પેટલાદના 05 અને 114 સોજીત્રા વિધાનસભા મત વિસ્તારના 06 બી. એલ. ઓ. નું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું.

શ્રી પ્રવીણ ચૌધરીએ જે બી.એલ.ઓ. એ ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી છે તેમને અભિનંદન આપ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. આ તકે તેમણે હવે પછી અન્ય બી.એલ.ઓ. ને તેમની બાકી રહેતી કામગીરીમાં મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીની અપીલને આવકારતા આ 44 જેટલા બી.એલ.ઓ. હવે તેઓ પોતાની કામગીરી પૂર્ણ થતા અન્ય બી.એલ.એ મદદરૂપ બનશે તેવી ખાતરી આપી હતી.

આ સમયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિતાબેન લાછુન સહિત ચૂંટણી શાખાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.