Close

આણંદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ યોજાશે

Publish Date : 19/02/2026

નક્કી કરેલા વિષયો ઉપર ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં પાંચ મિનિટ વક્તવ્ય આપવાનું રહેશે

આણંદ, બુધવાર: કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,આણંદ દ્વારા આણંદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬ નું આયોજન કરવામાં આવનાર છે.

લોકશાહી શાસન વ્યવસ્થાના મૂલ્યો યુવા વર્ગમાં વિકસે, મતદાનનું મહાત્વ સમજાય તેમજ ચૂંટણી વ્યવસ્થાની માહિતી યુવાનો સુધી પહોંચે, યુવા વર્ગ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બને અને લોકતંત્ર વધુ સશક્ત બને તે માટે આ આયોજન હાથ ધરવામાં આવનાર છે.

ભાગ લેનાર સ્પર્ધક દ્વારા  ચુંટણીમાં મતદાનનું મહત્વ, કલાઈમેન્ટ ચેન્જ/આબોહવા પરિવર્તન-પૃથ્વી માટે સૌથી મોટો ખતરો,A ।- વરદાન કે અભિશાપ?, ફિટ ભારત, હિટ ભારત, આત્મનિર્ભર ભારત: ભારતમાં બનાવો, વિશ્વ માટે બનાવો વિષય પર પાંચ મિનીટ વક્તવ્ય આપવાનું રહેશે. વક્તવ્ય ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં આપી શકાશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા યુવક-યુવતીઓએ આગામી તા.૦૨/૦૩/૨૦૨૬ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાક સુધી રૂબરૂમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નંબર-૩૦૯/ત્રીજો માળ, જુના જિલ્લા સેવા સદન,બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે નિયત નમૂનામાં અરજી મોકલવાની રહેશે. જેમાં જન્મના આધાર પુરાવો,બેન્ક એકાઉન્ટની વિગત સાથેની અરજી આપવાની રહેશે.

વધુ માહિતી માટે કચેરીના ફોન નં:- ૦૨૬૯૨-૨૬૩૮૨૫ તથા મેઇલ dydo-syed-and @gujarat.gov.in ઉપર અથવા રૂબરૂમાં સંપર્ક કરી શકાશે તેમ જણાવવામાં આવ્યું છે.