Close

આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬ જાહેર

Publish Date : 03/09/2026

જિલ્લા કક્ષાના ત્રણ અને તાલુકા કક્ષાના પાંચ શિક્ષકોનું સન્માન મંત્રીશ્રીના હસ્તે કરાશે

આણંદ, મંગળવાર, જિલ્લા શિક્ષણાધિકારી અને કન્વીનરશ્રી, જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમિતિ, આણંદ દ્વારા આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે આણંદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને તાલુકા અને જિલ્લા કક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬’ અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવશે. જિલ્લા પસંદગી સમિતિ-૨૦૨૬ દ્વારા જિલ્લા કક્ષાએ ૦૩ અને તાલુકા કક્ષાએ ૦૫ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ શિક્ષકોમાં શ્રી લલિતકુમાર રમેશભાઈ ગોહેલ (મદદનીશ શિક્ષક, પ્રાથમિક વિભાગ) પ્રાથમિક શાળા તોરણમાતા, બોરસદ, શ્રી નિતિનકુમાર વિનુભાઈ પટેલ (મદદનીશ શિક્ષક, માધ્યમિક વિભાગ) – એસ.ડી.દેસાઈ હાઈસ્કૂલ, વલ્લભવિદ્યાનગર, આણંદ અને શ્રી વસંત જેસંગભાઈ વાળંદ (સી.આર.સી.કો.ઓર્ડિનેટર) પ્રાથમિક શાળા જીટોડિયા, આણંદની પસંદગી કરવામાં આવી છે.

​તાલુકા કક્ષાએ પસંદગી પામેલ શિક્ષકોમાં  શ્રી હેતલકુમારી વિજયસિંહ ભાટી (મદદનીશ શિક્ષક, પ્રાથમિક વિભાગ) જેમાં દેણાપુરા પ્રાથમિક શાળા, અડાસ, તા.આણંદ, શ્રી કિરીટભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ (મદદનીશ શિક્ષક, પ્રાથમિક વિભાગ) – પ્રાથમિક કુમાર શાળા, સરસા, તા.આણંદ, શ્રી નયનાબેન અમરસિંહ સોલંકી (મદદનીશ શિક્ષક, પ્રાથમિક વિભાગ) – પે સેન્ટર ગ્રુપ શાળા, પામોલ, તા.બોરસદ, શ્રી તેજલબેન કિરીટકુમાર સુથાર (મદદનીશ શિક્ષક, પ્રાથમિક વિભાગ) – કાસોર કુમાર પ્રાથમિક શાળા, કાસોર, તા.સોજિત્રા અને શ્રી સ્મિતાબેન હરીશભાઈ પરમાર (મદદનીશ શિક્ષક, પ્રાથમિક વિભાગ) – દેવા પ્રાથમિક કન્યા શાળા, દેવા, તા.સોજિત્રાની પસંદગી કરવામાં આવી છે.