આણંદ જિલ્લાના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવાની રહેશે- મદદનીશ શ્રમ આયુક્ત
Publish Date : 21/06/2025
કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે.
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામા ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ ના રવિવારના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૧૮-૦૦ વાગ્યા સુધી યોજનાર છે.
આણંદ જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણીના દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, તેમ આણંદ જિલ્લાના મદદનીશ શ્રમ આયુકત દ્વારા જણાવાયું છે.