આણંદ જિલ્લાના લોકપાલશ્રી તા. ૧૪ મે ના રોજ ખંભાત અને તા.૧૫ મે ના રોજ પેટલાદ તાલુકાની મુલાકાત લેશે
Publish Date : 14/05/2026
લોકપાલશ્રી દ્વારા ખંભાત અને પેટલાદ તાલુકામાં મનરેગા યોજના સંદર્ભેની ફરિયાદો સાંભળવામાં આવશે
આણંદ, બુધવાર ,આણંદ જિલ્લાના લોકપાલ (મનરેગા) એસ. આર. વિજયવર્ગીય દ્વારા ખંભાત અને પેટલાદ તાલુકાની મુલાકાત લેવામાં આવનાર છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય મનરેગા યોજના અંતર્ગત ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને ફરિયાદોનું નિરાકરણ લાવવાનો છે. જે ગ્રામજનોને મનરેગા હેઠળ ઓછું વેતન મળતું હોય, વેતન ન મળ્યું હોય, મનરેગા માં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર જણાયો હોય અથવા રોજગારી માટે મનરેગામાં સમાવિષ્ટ કરવામાં ન આવ્યા હોય તેવા ગ્રામજનો તેઓના પ્રશ્નોની સીધી રજૂઆત લોકપાલશ્રી સમક્ષ કરી શકશે.
લોકપાલશ્રીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ તા. ૧૪ મે ના રોજ બપોરે ૧-૦૦ થી ૨-૦૦ કલાક દરમિયાન ખંભાત તાલુકાની મુલાકાત લેવામાં આવશે, ત્યારબાદ લોકપાલશ્રી તા. ૧૫ મી મે ના રોજ બપોરે ૧-૦૦ થી ૨-૦૦ કલાક દરમિયાન પેટલાદ તાલુકાની મુલાકાત લેશે. આ નિર્ધારીત તારીખ અને સમયે સબંધિત તાલુકાના મનરેગા યોજનાના લાભાર્થીઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહી તેમની રજૂઆતો કરી શકશે.