• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

આણંદ જિલ્લાના રમતવીરો ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે

Publish Date : 04/09/2025

https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના રમતવીરો ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક હોય તો તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઈ પણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહિ.

એક જ KMK ID(ખેલ મહાકુંભ આઇડી)થી ખેલાડીએ ૨ રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ ખેલાડીનું બે રમતમાં રજીસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. એક જ KMK IDથી બે રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે અને વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કાર મળવાપાત્ર રહેશે. જે ખેલાડી પાસે જૂના KMK ID હોય તેઓએ જૂના KMK IDથી ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજૂથમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે તથા કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી જણાય તો જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, આણંદના મિરાજ પારેખનો (સંપર્ક નંબર – ૭૮૭૪૫૮૫૮૬૮)  પર સંપર્ક કરવાનો રહેશે.

જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી અથવા

૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૫ના સાંજે ૬.૦૦ સુધી ખેલ મહાકુંભ-૨૦૨૫નું રજીસ્ટ્રેશન કરાવી શકાશે, એમ જિલ્લા રમતગમત અધિકારી આણંદની  અખબારી યાદીમાં જણાવાયું છે.