આણંદ જિલ્લાના મહિલા અધિકારીઓ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
Publish Date : 11/03/2026
આણંદ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત મહિલા અધિકારીઓ-કર્મચારીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો
આણંદ, સોમવાર: પ્રત્યેક વર્ષે તા.૦૮ માર્ચના દિવસે મહિલાઓના સમાજ માટેના યોગદાનને સન્માનવા અર્થે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે. જેની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના મહિલા અધિકારીઓ દ્વારા સંચાલિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે આણંદના નાયબ કલેક્ટરશ્રી અને (સ્ટેમ્પ ડ્યુટી) હેતલ ભાલિયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમણે વહીવટી તંત્રમાં મહિલાઓની ભૂમિકાને બિરદાવી હતી અને મહિલા સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ તકે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કાર્યક્રમમાં બે મહત્વના વિષયો પર સત્રો યોજાયા હતા. જેમાં પ્રથમ તો કરમસદ મેડિકલ કોલેજના ગાયનેક વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ.શ્રુતિ વૈષ્ણવે મહિલાઓના સ્વાસ્થ્ય (Women Health) અંગે વિગતવાર માહિતી આપી હતી અને બદલાતી જીવનશૈલીમાં સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતે કરવી તે બાબતે પ્રેરક પ્રવચન આપ્યું હતું.તેમજ મહિલાઓ આર્થિક રીતે વધુ સદ્ધર અને માહિતગાર બને તે હેતુથી ‘ફાઇનાન્સિયલ અવેરનેસ’ (નાણાકીય જાગૃતિ) અંગેનું વિશેષ સત્ર પણ યોજાયું હતું. આ ઉપરાંત, મહિલાઓને તેમના હકો અને સુરક્ષા પ્રત્યે જાગૃત કરવા માટે વિવિધ મહિલાલક્ષી કાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતિમ ચરણમાં મહિલા કર્મચારીઓ માટે મનોરંજન અને રિક્રિએશનલ એક્ટિવિટીઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ હોંશભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે શીતલ પટેલ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રુબીસિંહ રાજપુત અને શ્રી કિંજલ દેસાઈ, નાયબ ચૂંટણી અધિકારીશ્રી અનિતાબેન લાછુન, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જિજ્ઞા શાહ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પૂર્વી નાયક, જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિ, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી નિલેશ્વરી બા, ICDS પ્રોગ્રામ ઓફિસરશ્રી તેજલબેન ગોસ્વામી, માપણી અધિકારી એકતાબેન પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના મહિલા અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.