Close

આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે “પોષણ ઉડાન” અને “સપનાઓની પાંખ-૨૦૨૬” કાર્યક્રમ યોજાયા

Publish Date : 13/01/2026

આણંદ, સોમવાર: જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી તેજલબેન શાહ તથા બોરસદ ઘટક-૦૨ અને ૦૩ ના સીડીપીઓ શ્રીમતી માલતીબેન પઢિયારના માર્ગદર્શન હેઠળ કિશોરીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓના સપનાઓને પ્રોત્સાહન આપવું, તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરવી અને આત્મવિશ્વાસ વધારવાનો હતો.

બોરસદ ઘટક-૦૨ માં વિરસદ મેલડી માતા મંદિર ખાતે અને ઘટક-૦૩ માં દાવોલ પ્રાથમિક શાળા ખાતે “પોષણ ઉડાન” અને “સપનાઓની પાંખ-2026” અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ ‘પતંગ મહોત્સવ’માં પણ મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન કિશોરીઓ માટે ‘પૂર્ણા’ અને ‘પોષણ’ વિષય પર આધારિત એક ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સરપંચશ્રી, મુખ્ય સેવિકાઓ, PSE સ્ટાફ અને આશાદીપ ફાઉન્ડેશન NGO ના કાર્યકર્તાઓ અને કિશોરીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે "પોષણ ઉડાન" અને "સપનાઓની પાંખ-૨૦૨૬" કાર્યક્રમ યોજાયા

આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે “પોષણ ઉડાન” અને “સપનાઓની પાંખ-૨૦૨૬” કાર્યક્રમ યોજાયા

આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે "પોષણ ઉડાન" અને "સપનાઓની પાંખ-૨૦૨૬" કાર્યક્રમ યોજાયા

આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે “પોષણ ઉડાન” અને “સપનાઓની પાંખ-૨૦૨૬” કાર્યક્રમ યોજાયા

આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે "પોષણ ઉડાન" અને "સપનાઓની પાંખ-૨૦૨૬" કાર્યક્રમ યોજાયા

આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે “પોષણ ઉડાન” અને “સપનાઓની પાંખ-૨૦૨૬” કાર્યક્રમ યોજાયા

આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે