આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનો માટે સુરત ખાતે નવનિર્મિત ‘ગૌરવ સેનાની કુમાર છાત્રાલય’માં પ્રવેશ મેળવવા જોગ
ઇચ્છુક માતા-પિતાએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી લેવું
વધુ માહિતી માટે કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮૦૨૮૨૦ પર સંપર્ક કરવો
આણંદ, મંગળવાર , પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલા શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય, એવા વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા મળી રહે તે હેતુસર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરત હસ્તકના ‘ગૌરવ સેનાની ભવન’ ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.
આ નવનિર્મિત છાત્રાલયમાં એડમિશન મેળવવા માટે ઇચ્છુક માતા-પિતાએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને એડમિશન ફોર્મ મેળવી લેવાનું રહેશે. ફોર્મ મેળવ્યા બાદ તેને સત્વરે ભરીને કચેરીમાં જમા કરાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. એડમિશન પ્રક્રિયા તેમજ છાત્રાલયની સુવિધાઓ અંગેની વધુ વિગતવાર માહિતી મેળવવા માટે સબંધિત વાલીઓ કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮૦૨૮૨૦ પર સંપર્ક કરી શકે છે તેમ સુરતના મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસાટ અધિકારીશ્રી દિવ્યેશકુમાર મુરલીવાલા દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.