આણંદ જિલ્લાના નાગરિકો માટે ગૌરવની પળ, આરોગ્ય સેવામાં પેટલાદની એસ.એસ.હોસ્પિટલની સિદ્ધિ

Publish Date : 23/11/2026
આણંદ જિલ્લાના નાગરિકો માટે ગૌરવની પળ, આરોગ્ય સેવામાં પેટલાદની એસ.એસ.હોસ્પિટલની સિદ્ધિ

AB-PMJAY-MA યોજના હેઠળ સૌથી વધુ ક્લેમ અને ફંડ મેળવવા બદલ પેટલાદની એસ.એસ. હોસ્પિટલને રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત
વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન યોજના હેઠળ ૫,૬૧૮ દર્દીઓના રૂ. ૫.૬૮ કરોડથી વધુના ક્લેમ
આણંદ, શનિવાર, ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શ્રી સયાજી હોસ્પિટલ (એસ.એસ. હોસ્પિટલ), પેટલાદ આણંદ જિલ્લા ખાતે દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં અગ્રેસર છે. આ હોસ્પિટલ ખાતે દર્દીઓને લગતી વિવિધ સેવાઓ જેવી કે પ્રસૂતિને લગતી સેવાઓ, બાળરોગ ઓ.પી.ડી., માનસિક રોગની ઓ.પી.ડી., જનરલ સર્જરી, ફિઝિશિયન ઓ.પી.ડી., આંખના વિવિધ રોગોની સારવાર, ડી.ઈ.આઈ.સી. વિભાગ, દાંત વિભાગ, હાડકાના વિવિધ રોગોની સારવાર, ક્લબ ફૂટની સારવાર તેમજ ઇમરજન્સી સેવાઓ વગેરે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે એસ.એસ. હોસ્પિટલ, પેટલાદ વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તા.૨૦-૧૧-૨૦૨૬ ના રોજ AB-PMJAY-MA યોજના અંતર્ગત એસ.એસ. હોસ્પિટલ, પેટલાદને સૌથી વધુ ક્લેમ કરવા તેમજ સૌથી વધારે યોજનાકીય ફંડ મેળવવા બદલ રાજ્યકક્ષાએથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારોહમા એસ.એસ.હોસ્પિટલ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી રાજ્યની અન્ય હોસ્પિટલોમાં AB-PMJAY-MA યોજના સુદ્રઢ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ યોજના અંતર્ગત જાન્યુઆરી-૨૬ થી ઓક્ટોબર-૨૬ સુધીના સમયગાળામાં એસ.એસ.હોસ્પિટલ,પેટલાદ ખાતે આયુષ્માન યોજના હેઠળ વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેમાં કુલ ૫,૬૧૮ દર્દીઓના રૂ. ૫,૬૮,૨૦,૩૧૦/- ના ક્લેમ કરવામાં આવેલ છે, જે રાજ્યકક્ષાએથી સૌથી વધુ કરવામા આવેલા ક્લેમ છે. આ જ સમયગાળા દરમિયાન હોસ્પિટલ ખાતે કુલ ૨,૦૦,૬૮૦ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાઓનો અને કુલ ૪૨,૯૫૪ દર્દીઓએ ઇન્ડોર સેવાઓનો લાભ લીધેલ છે.

દર્દીઓને સમયસર, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય તેમજ વિવિધ આરોગ્ય યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે એસ.એસ. હોસ્પિટલ, પેટલાદની સમગ્ર તબીબી અને વહીવટી ટીમ સતત કાર્યશીલ અને કટિબદ્ધ છે.