આણંદ જિલ્લાના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં પ્રવેશ કરવા તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ
Publish Date : 29/06/2026
આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ (GAS) એ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં આવતા સામેલ યાદી મુજબના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં કોઇપણ વ્યક્તિ/ વ્યક્તિ સમૂહો/ પ્રવાસીઓના પ્રવેશ કરવા પર તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ તા.૨૯/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૭/૨૦૨૬ સુધી આણંદ જિલ્લાના હદ વિસ્તારના સામેલ યાદી મુજબના તમામ નદી, તળાવ, નહેર, દરિયા, જળાશયો સહિતના વિસ્તારમાં અમલમાં રહેશે. તેમજ આ હુકમનો ભંગ કરનાર અથવા તે માટે મદદ કરનાર શિક્ષાને પાત્ર થશે.