આણંદ જિલ્લાના તમાકુનો પાક લેતા ખેડૂતો માટે માર્ગદર્શન
Publish Date : 19/02/2026
વાદળછાયા વાતાવરણથી તમાકુમાં મોલોમસીનો ઉપદ્રવ અટકાવવા આટલુ કરવુ…
તમાકુના પાકમાં જીવાત નિયંત્રણ માટે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા અનુરોધ
આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તી રહેલા વાદળછાયા વાતાવરણને કારણે તમાકુના પાકમાં મોલોમસીનો ઉપદ્રવ જોવા મળ્યો છે.જે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચિંતન પટેલ દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ છે અને ખેડૂતોને પાકની ગુણવત્તા તથા પાક સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે આ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા જણાવાયુ છે.
વાદળછાયા વાતાવરણને કારણે તમાકુના પાકમાં મોલોમસી(જીવાત)નો ઉપદ્રવ નિયંત્રણ કરવા માટે ખેતીવાડી અધિકારીશ્રીએ ખેડૂતોને સિસ્ટેમેટિક ઇન્સેક્ટીસાઈડ (શોષક પ્રકારની જંતુનાશક દવા)નો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ખાસ કરીને ડાયમિથોએડ નામની જંતુનાશક દવાનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. ૨૦ મીલી દવાનો પ્રતિ ૧૦ લીટર પાણી સાથે મિશ્રણ કરી છંટકાવ કરવાથી તમાકુના પાકમાં મોલોમસીના ઉપદ્રવને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે તેમ તેમણે જણાવ્યું છે.

આણંદ જિલ્લાના તમાકુનો પાક લેતા ખેડૂતો માટે માર્ગદર્શન